Share Market: તેજી બાદ શેર બજારમાં કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો
- તેજી બાદ શેબજારમાં કડકો
- સેન્સેક્સ-નિફ્ટી ફરી કડડભૂસ
- અદાણી પોર્ટ્સ શેરમાં ઘટાડો
Share Market:ભારતીય શેરબજારમાં ગુરુવારે ખૂલતાની સાથે ઘટાડો જોવા મળ્યો.જેમાં સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને 79982 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 129 પોઈન્ટ ઘટીને 24354 પર આવી ગયો છે. આ ઘટતા માર્કેટમાં એપોલો હોસ્પિટલની ગતિ વધી છે. આજે તે 6.34 ટકા પર ઉડી રહ્યો છે. જ્યારે, હિંડોલ્કો 6.11% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં ટોચ પર છે. અદાણી પોર્ટ્સમાં 3.11 ટકાનો ઘટાડો છે.
માર્કેટ કેવું ખુલ્યું?
આજના ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 80,563.42ના લેવલ પર ખુલ્યો અને 185.29 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. બુધવારે કારોબારમાં સેન્સેક્સ 80,378.13ના સ્તર પર બંધ થયો હતો. આ સાથે NSEનો નિફ્ટી આજે 5.55 પોઈન્ટના નજીવા વધારા સાથે 24,489.60ના સ્તર પર ખુલ્યો હતો.
બેન્ક નિફ્ટીની શરૂઆત ઘટાડા ખૂલ્યો
બેંક નિફ્ટી આજે શરૂઆતમાં 93.25 પોઈન્ટ અથવા 0.18 ટકાના ઘટાડા સાથે 52224.15 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજાર ખુલ્યાની 10 મિનિટ બાદ બેન્ક નિફ્ટી 104.60 પોઈન્ટ ઘટીને 52,212ના સ્તરે પહોંચી ગયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 5 શેરમાં તેજી જોવા મળી રહી છે અને 7 શેર નબળાઈના લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
બુધવારે બજારમાં તેજી રહી
અગાઉ ગઈકાલે એટલે કે, 6 નવેમ્બરે સેન્સેક્સ 901 પોઈન્ટ 1.13 ટકાના વધારા સાથે 80,378 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 270 પોઈન્ટ 1.12 ટકા વધીને 24,484ના લેવલ પર બંધ થયો. તે જ સમયે, BSE સ્મોલકેપ 1,077 પોઈન્ટ 1.96 ટકાના વધારા સાથે 56,008ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 ઉપર અને 5 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 ઉપર અને 9 ડાઉન હતા. એનએસઈના તમામ લોકલ ઈન્ડેક્સ વધ્યા હતા. આઈટી સેક્ટરમાં સૌથી વધુ 4.05 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
સ્થાનિક શેરબજારમાં વધારા સાથે ખૂલ્યો
યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી, આજે એટલે કે ગુરુવાર, નવેમ્બર 7 ના રોજ સ્થાનિક શેરબજાર ફાયદા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈનો 30 શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 185 પોઈન્ટના વધારા સાથે 80563 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈના 50 શેરોવાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત માત્ર 5 પોઈન્ટના વધારા સાથે 24489 ના સ્તરથી કરી હતી. સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા પછી લાલ થઈ ગયા. સેન્સેક્સ 149 પોઈન્ટ ઘટીને 80228 પર છે. જ્યારે નિફ્ટી 54 પોઈન્ટ ઘટીને 24429 પર છે.