Sharda Sinha: પટનામાં રાજકીય સન્માન સાથે શારદા સિંહાના કરાશે અંતિમ સંસ્કાર
- લોકગાયિકા શારદા સિંહાએ દુનિયાને કહ્યું અલવિદા
- 72 વર્ષની ઉંમરે દિલ્હીની એઈમ્સમાં લીધો અંતિમ શ્વાસ
- લોકગાયિકાના અંતિમ સંસ્કાર પટનામાં કરવામાં આવશે
Sharda Sinha:બિહારના જાણીતા લોકગાયિકા શારદા સિંહા(Sharda Sinha) હવે આપણી વચ્ચે નથી. 72 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. પુત્ર અંશુમન સિંહાએ માતાના નિધનની પુષ્ટિ કરી હતી. લોકગાયિકાના અંતિમ સંસ્કાર પટનામાં કરવામાં આવશે. શારદા સિંહાના નશ્વર દેહને ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા પટના લાવવામાં આવ્યો હતો. મનોજ તિવારીએ જણાવ્યું કે શારદા સિન્હાના પટનામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શારદાના અંતિમ સંસ્કાર ક્યારે થશે?
શારદા સિન્હાના નશ્વર દેહને બુધવારે બપોરે 12 વાગ્યા પછી અંતિમ દર્શન માટે પટનામાં રાખવામાં આવશે. અહીં પરિવાર અને ઈન્ડસ્ટ્રીના લોકો ગાયકને વિદાય આપવા આવશે. શારદા સિંહાના અંતિમ સંસ્કાર 7 નવેમ્બરની સવારે થઈ શકે છે. જ્યારથી લોકગાયિકાના નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. યુઝર્સ શારદાના હિટ ગીતોની ક્લિપ્સ શેર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ફિલ્મ અને સંગીત જગત સાથે જોડાયેલા લોકોએ શારદાના નિધનને સૌથી મોટી ખોટ ગણાવી છે.
આ પણ વાંચો -છઠ પર્વના ગીતોની જગવિખ્યાત ગાયિકાનું 72 વર્ષ દિલ્હીમાં થયું નિધન
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
શારદા સિન્હાના નિધન બાદ PM મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તેમના દ્વારા ગાયેલા મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા ઘણા દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે. આસ્થાના મહાન તહેવાર છઠ સાથે સંબંધિત તેમના મધુર ગીતોની ગુંજ હંમેશા રહેશે. તેમનું અવસાન સંગીત જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. શોકની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ!'
सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस… pic.twitter.com/sOaLvUOnrW
— Narendra Modi (@narendramodi) November 5, 2024
આ પણ વાંચો -Bollywood : આ ફિલ્મની બની 7 રિમેક, બધી જ છે બ્લોકબસ્ટર,કમાણીના તોડયા રેકોર્ડ
કલ્પના પટવારીએ શ્રદ્ધાંજલિ આપી હતી
ગાયિકા કલ્પના પટવારીએ પોતાનું છઠ ગીત ગાઈને શારદા સિંહાને શ્રદ્ધાંજલિ આપી હતી. આસામથી આવેલી કલ્પના પટવારી પણ છઠ ગીતો ગાતી રહી છે અને પૂર્વાંચલ સંગીત સાથે જોડાયેલી છે.
શારદા સિંહા વેન્ટિલેટર સપોર્ટ પર હતા
2018 માં, શારદા સિંહાને મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું હોવાના સમાચાર જાહેર થયા હતા. આ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી. સિંગરને 26 ઓક્ટોબરે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે રાત્રે તેમની હાલત નાજુક હોવાના સમાચાર આવ્યા હતા. તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી. અંશુમન (પુત્ર) સતત ચાહકોને તેની માતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર, શારદાએ તેના પતિ બ્રજ કિશોરને ગુમાવ્યો ત્યારથી આઘાતમાં હતો. તેમની તબિયત સતત બગડતી જતી હતી. લગ્નના 54 વર્ષ બાદ પતિએ અંતિમ શ્વાસ લીધા. બ્રેઈન હેમરેજને કારણે 80 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
શારદા સિંહા છઠ ગીતો માટે પ્રખ્યાત હતા
શારદાના મોટાભાગના ગીતો મૈથિલી અને ભોજપુરી ભાષામાં હતા પરંતુ ગાયકે બોલિવૂડ ગીતો પણ ગાયા હતા. સલમાન ખાનની ફિલ્મ માટે શારદાના બે ગીત આજે પણ ફેમસ છે. તેણે 1994માં આવેલી ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'નું વિદાય ગીત 'બાબુલ' ગાયું હતું. તેણે દબંગ ખાનની સુપર ડુપર હિટ ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં 'કહે તોસે સજના' ગીત ગાઈને દિલ જીતી લીધું હતું. આ ગીત સલમાન-ભાગ્યશ્રી પર ફિલ્માવવામાં આવ્યું હતું. તેમને 1991માં પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.