Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હમાસની હેવાનિયતનો ભોગ બની Shani Louk, નગ્ન કરી ફેરવી અને હવે આવ્યા મોતના સમાચાર

ઈઝરાયેલ અને હમાસની જંગ વચ્ચે ઘણા માસૂમ લોકોનો જીવ લેવાઈ ચુક્યો છે. આ યાદીમાં એક નામ Shani Louk નામની એક મહિલાનું છે. તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે તેનું મોત થયું છે. Shani Louk એક જર્મનીની એક મોટી ટેટૂ આર્ટિસ્ટ છે....
હમાસની હેવાનિયતનો ભોગ બની shani louk  નગ્ન કરી ફેરવી અને હવે આવ્યા મોતના સમાચાર
Advertisement

ઈઝરાયેલ અને હમાસની જંગ વચ્ચે ઘણા માસૂમ લોકોનો જીવ લેવાઈ ચુક્યો છે. આ યાદીમાં એક નામ Shani Louk નામની એક મહિલાનું છે. તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે તેનું મોત થયું છે. Shani Louk એક જર્મનીની એક મોટી ટેટૂ આર્ટિસ્ટ છે. જેનું 7 ઓક્ટોબરે સુપરનોવા ફેસ્ટિવલમાંથી હમાસના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું.

Advertisement

પહેલા નગ્ન કર્યાનો વીડિયો અને હવે મોતના સમાચાર

Advertisement

હમાસના આંતકવાદીઓએ Shani Louk ને નગ્ન કરી કારમાં લઇ જતા હોવાનો એક વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. પણ હવે સમાચાર મળી રહ્યા છે કે તેનું મોત થયું છે. ઈઝરાયેલની સેનાએ આ અંગે Shani Louk ની માતાને જાણ કરી છે. Shani Louk ની બહેને પણ તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી પરિવારને મૃતદેહ મળ્યો નથી કે જર્મન વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. Shani Louk ની માતા રિકાર્ડા લૌકે કહ્યું કે દુર્ભાગ્યવશ, અમને ગઈકાલે સમાચાર મળ્યા કે મારી પુત્રી હવે જીવિત નથી. બહેને કહ્યું કે, અમે અમારી બહેન શનિ નિકોલ ઝેડલના નિધનની ઘોષણા કરીએ છીએ તે ખૂબ જ દુઃખની વાત છે.

Advertisement

મારામારી કરી, બંધક બનાવી અને હવે મોત

ટેટૂ આર્ટિસ્ટ Shani Louk એ દક્ષિણ ઈઝરાયેલમાં સુપરનોવા ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. 7 ઓક્ટોબરે હમાસે ફેસ્ટિવલ પર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ એક ફૂટેજ જાહેર કર્યું હતું, જેમાં શનિ લૌકનું કારની પાછળ મોઢું નીચે પડેલો જોવા મળ્યો હતો. ફૂટેજ પરથી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે જીવિત છે કે નહીં. તે સમયે હમાસે દાવો કર્યો હતો કે તે ઈઝરાયેલના સૈનિકનો મૃતદેહ છે. તે સમયે તેની આસપાસ આતંકવાદીઓ હતા અને તેઓ ધાર્મિક નારા લગાવી રહ્યા હતા અને તેના પર થૂંકતા હતા. તે સમયે તેના પરિવારે કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે તેણી ગંભીર રીતે ઘાયલ છે, પરંતુ તે ગાઝા પટ્ટીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શનિ પાસે બેવડી નાગરિકતા હતી

શનિ લૌકે જર્મન અને ઈઝરાયેલનું નાગરિકત્વ ધરાવે છે. પરંતુ તે ક્યારેય જર્મનીમાં રહેતી ન હતી, પરંતુ સંબંધીઓ સાથે રહેવા માટે નિયમિતપણે દેશની મુલાકાત લેતી હતી. તેની માતા રિકાર્ડ જે મૂળ દક્ષિણ જર્મનીની છે. તે કેથોલિક ધર્મમાંથી યહુદી ધર્મમાં રૂપાંતરિત થયા પછી ઈઝરાયેલ ગઈ, જ્યારે તેના દાદા-દાદી દક્ષિણ જર્મન શહેર રેવેન્સબર્ગમાં રહે છે.

આ પણ વાંચો - હમાસની સુરંગોને સ્પોન્જ બોંબની મદદથી બંધ કરી દેશે ઇઝરાયેલ, જાણો શું છે સ્પોન્જ બોંબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×