Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શમર જોસેફ ICC Player of The Month જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો

ICC એ વર્ષ 2024 માટે જાન્યુઆરી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ (Player of the Month Award) ની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનાર વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર શમર જોસેફ (Shamar Joseph) મંગળવારે ICC પ્લેયર...
શમર જોસેફ icc player of the month જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો

ICC એ વર્ષ 2024 માટે જાન્યુઆરી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ (Player of the Month Award) ની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનાર વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર શમર જોસેફ (Shamar Joseph) મંગળવારે ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ (Player of the Month Award) જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. શમર જોસેફે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રભાવશાળી શરૂઆત કરી છે. વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર બે મેચ બાદ તે સ્ટાર બની ગયો છે.

Advertisement

આ ખેલાડીએ જીત્યો એવોર્ડ

ઓસ્ટ્રેલિયા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનાર વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર શમર જોસેફ મંગળવારે ICC માસિક એવોર્ડ જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. જણાવી દઇએ કે, ICCએ ગયા અઠવાડિયે ખેલાડીઓની યાદી જાહેર કર્યા બાદ મંગળવારે જાન્યુઆરી માટે એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરી હતી. જોસેફે તેના પહેલા જ બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી હતી.

Advertisement

સ્મિથ ઉપરાંત, તેણે તેની પ્રથમ ટેસ્ટમાં માર્નસ લાબુશેન અને કેમેરોન ગ્રીન સહિત 5 વિકેટ લીધી હતી. આ ખેલાડી એટલા માટે પણ ખાસ સાબિત થયો છે કારણ કે, આ ખેલાડીએ એકલા હાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 1997 પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત અપાવી હતી. આ ખેલાડીએ અત્યાર સુધી માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે.

ટેસ્ટ ડેબ્યૂમાં ઈતિહાસ રચ્યો

જોસેફે તેની કારકિર્દીની વિસ્ફોટક શરૂઆત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 17 જાન્યુઆરી 2024ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને તેના પહેલા જ બોલ પર સ્ટીવ સ્મિથની વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. આ પ્રવાસની બીજી અને છેલ્લી ટેસ્ટમાં તેનું પ્રદર્શન ઘણું મહત્વનું સાબિત થયું હતું. 216 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે જોસેફે 68 રનમાં 7 વિકેટ ઝડપીને ટીમને 8 રનથી યાદગાર વિજય અપાવ્યો હતો.

Advertisement

બે ટેસ્ટ મેચ રમી અને 13 વિકેટ લીધી

શમર જોસેફે ઈંગ્લેન્ડના ઓલી પોપ અને ઓસ્ટ્રેલિયાના જોસ હેઝલવુડને પાછળ છોડીને જાન્યુઆરી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. માત્ર બે ટેસ્ટ મેચ રમીને તે પોતાની કારકિર્દીના શિખરે પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં તેણે 2 ટેસ્ટ મેચ રમી છે અને 17.30 ની જબરદસ્ત એવરેજથી 13 વિકેટ પણ લીધી છે.

આ એવોર્ડ જીતનાર પ્રથમ વેસ્ટ ઈન્ડિયન

Player of the Month ના એવોર્ડની શરૂઆત જાન્યુઆરી 2021માં કરવામાં આવી હતી અને તેની શરૂઆતથી ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ (Men's Player of the Month award) નો એવોર્ડ જીતનાર પ્રથમ વેસ્ટ ઈન્ડિયન છે. આ એવોર્ડ જીત્યા બાદ શમર જોસેફે કહ્યું, “હું આ એવોર્ડ જીતીને ખૂબ જ ખુશ છું. વિશ્વ મંચ પર આવો એવોર્ડ મેળવવો વિશેષ લાગે છે. મેં ઓસ્ટ્રેલિયામાં વેસ્ટ ઈન્ડિઝ માટે રમવાના અનુભવની દરેક ક્ષણનો ભરપૂર આનંદ લીધો, ખાસ કરીને ગાબા ખાતેના છેલ્લા દિવસનો જાદુ. મેચ જીતવા માટે વિકેટ લેવી એક સપનું હતું.

આ પણ વાંચો - બેટ્સમેનને શરમ આવી જાય ! બોલ એટલો ટર્ન થયો, જુઓ VIDEO

આ પણ વાંચો - IND vs ENG, Rajkot Test : ત્રીજી મેચ પહેલા મુશ્કેલીમાં આવી Team India

આ પણ વાંચો - જે ખેલાડીને જોઇ આવતી હતી ધોનીની યાદ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેણે નિવૃત્તિની કરી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.