Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

South Cinema માં કામ કરવા માંગે છે Shahid Kapoor, પણ સતાવી રહ્યો છે આ વાતનો ડર

આબુધાબીમાં IIFA શાહિદ કપૂર જોવા મળ્યો શાહિદ કપૂરે સાઉથની ફિલ્મોમાં કામ કરવામાં માગું છું શાહિદે કહ્યું હતું કે, 'મારા માટે આ બધું સમાન છે Shahid Kapoor : હાલમાં રિલીઝ થયેલી 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ફિલ્મમાં જોવા મળેલા...
south cinema માં કામ કરવા માંગે છે  shahid kapoor  પણ સતાવી રહ્યો છે આ વાતનો ડર
Advertisement
  • આબુધાબીમાં IIFA શાહિદ કપૂર જોવા મળ્યો
  • શાહિદ કપૂરે સાઉથની ફિલ્મોમાં કામ કરવામાં માગું છું
  • શાહિદે કહ્યું હતું કે, 'મારા માટે આ બધું સમાન છે

Shahid Kapoor : હાલમાં રિલીઝ થયેલી 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા શાહિદ કપૂરે (Shahid Kapoor )કહ્યું છે કે હું સાઉથની ફિલ્મોમાં કામ કરવા ઈચ્છું છું. International Indian Film Academy Awards(IIFA) એવોર્ડ્સમાં સામેલ થવા આબુધાબી ગયેલા શાહિદ કપૂરે સાઉથની ફિલ્મોમાં કામ કરવા અંગે મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કરવા તૈયાર છું, પરંતુ મને ડર છે કે જો સાઉથના દર્શકો મારી ડાયલોગ ડિલિવરીથી ખુશ નહીં થાય તો શું થશે? હું કોઈ કસર છોડવા માંગતો નથી, હિન્દી ભાષા પર મારી સારી પકડ છે.'

શાહિદ ટૂંક સમયમાં જ ફિલ્મ 'દેવા'માં જોવા મળશે

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને સાઉથની કઈ ભાષાની ફિલ્મ વધારે પસંદ છે, તેલુગુ, તમિલ, મલયાલમ કે કન્નડ. તેના જવાબમાં શાહિદે કહ્યું હતું કે, 'મારા માટે આ બધું સમાન છે, કારણ કે હું આમાંથી કોઈને પણ જાણતો નથી, તેથી જો કોઈ પણ સાઉથના નિર્માતા મારા પર વિશ્વાસ કરે શકે, મને યોગ્ય રીતે સમજી શકે અને મારા તમામ સવાલોના જવાબ આપી શકે તો, હું તેની સાથે કામ કરવા તૈયાર છું.' શાહિદ ટૂંક સમયમાં જ ફિલ્મ 'દેવા'માં જોવા મળશે. જેમાં તેની સાથે પૂજા હેગડે ફિલ્મમાં જોવા મળશે. રોશન એન્ડ્રુઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તે એક પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -પોતાની જાત સાથે લગ્ન કરનારી યુવતીએ એક પોસ્ટ બાદ આત્મહત્યા કરી!

આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

જો ફિલ્મ વિશે વાત કરીએ તો શહીદે જણાવ્યું હતું કે, 'આ એક એક્શન ફિલ્મ છે, તેથી તેમાં ઘણું બધું એક્શન જોવા મળશે. તમને ફિલ્મમાં જબરદસ્ત રોમાંચ જોવા મળશે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે કે આ કોણે કર્યું. હું એક આક્રમક પાત્ર ભજવી રહ્યો છું. આ એક સરસ ફિલ્મ છે, જો અમે યોગ્ય ટીઝર અને ટ્રેલર બનાવીશું તો તે તમને રોમાંચિત કરશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. હું દર્શકોની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યો છું.'

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

×

Live Tv

Trending News

.

×