Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia Terrorist Attack : આતંકવાદી હુમલાનો લઈ વિદેશની પ્રતિક્રિયાઓ, મોસ્કોમાં આ સાતમો આતંકી હુમલો

Russia Terrorist Attack : રશિયાના મોસ્કોમાં આતંકી હુમલો થયો છે. મળતી વિગતો પ્રમાણે લડાયક યુનિફોર્મમાં સજ્જ પાંચ બંદૂકધારીઓએ મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 80 લોકો માર્યા ગયા અને 150 લોકો ગંભીર રીતે ઘાયલ થયા....
russia terrorist attack   આતંકવાદી હુમલાનો લઈ વિદેશની પ્રતિક્રિયાઓ  મોસ્કોમાં આ સાતમો આતંકી હુમલો

Russia Terrorist Attack : રશિયાના મોસ્કોમાં આતંકી હુમલો થયો છે. મળતી વિગતો પ્રમાણે લડાયક યુનિફોર્મમાં સજ્જ પાંચ બંદૂકધારીઓએ મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 80 લોકો માર્યા ગયા અને 150 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સમાચાર એજન્સીની વિગતો મુજબ, રશિયન રાજધાનીના પશ્ચિમી કિનારે સ્થિત ક્રોકસ સિટી હોલ (Crocus City Hall)માં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો.

Advertisement

અમારો આ હુમલાઓ સાથે કોઈ લેવાદેવા નથીઃ યુક્રેન

મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અત્યારે યુક્રેનથી પણ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહીં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના વરિષ્ઠ સલાહકાર મિખાઇલ પોડોલ્યાકે આ આતંકવાદી હુમલા વિશે કહ્યું કે, ‘અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે યુક્રેનને આ હુમલાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમે એક દેશ તરીકે રશિયન સૈન્ય અને રશિયન ફેડરેશન સાથે સંપૂર્ણ પાયે દરેક બાજૂથી યુદ્ધમાં ચાલી રહ્યું છે અને અન્ય કંઈપણને ધ્યાનમાં લીધા વિના યુક્રેન યુદ્ધના મેદાનમાં તેની રીતે લડશે.

અમેરિકાએ યુક્રેન પર કર્યા વાક પ્રહાર

રશિયામાં થયેલા હુમલા (Terrorist Attack) બાદ અમેરિકા દ્વારા યુક્રેનને સવાલો કર્યા છે. રશિયન મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે, ‘આ દુર્ઘટના વચ્ચે વોશિંગ્ટનમાં બેઠેલા અધિકારીઓ કયા આધારે કોઈની નિર્દોષતા વિશે તારણો કાઢી રહ્યા છે? જો યુનાઇટેડ સ્ટેટ્સ પાસે આ સંબંધમાં કોઈ વિશ્વસનીય માહિતી હોય અથવા હોય, તો તે તરત જ રશિયન બાજુને ટ્રાન્સફર કરવી જોઈએ. અને જો આવી કોઈ માહિતી ન હોય તો વ્હાઇટ હાઉસને કોઈને પણ ક્લીનચીટ આપવાનો અધિકાર નથી. રશિયા એ શોધી કાઢશે કે આ હુમલા પાછળ કોણ છે.’

Advertisement

25 વર્ષમાં મોસ્કોમાં 7 મોટા આતંકી હુમલા થયા

ઉલ્લેખનીય છે કે, 25 વર્ષમાં મોસ્કોમાં 7 મોટા આતંકી હુમલા થયા છે. રશિયાના મોસ્કોમાં અત્યારે થયેલા હુમલાને લઈને 60 લોકોના મોત થયા છે અને 145 લોકોની હાલત તો અત્યારે પણ ગંભીર છે. હોસ્પિટલમાં આ ઘાયલોની સારવાર ચાલી રહીં છે. મોસ્કોમાં થયેલા હુમલાની વાત કરવામાં આવે તો, 13 જાન્યુઆરી, 1999 ની વાત કરવામાં આવે તો 8 માળની ઈમારતમાં બોમ્બમારો થયો હતો. ત્યારના આંકડાઓની વાત કરીએ તો વિગતો પ્રમાણે 118 લોકોના મોત થયા હતાં.

2002માં પણ થયો હતો આતંકવાદી હુલમો

વધુ વિગતે વાત કરવામાં આવે તો, મોસ્કોમાં બીજો આતંકવાદી હુમલો 23 ઓક્ટોબર 2002માં થયો હતો. આ હુમલો મોસ્કોના ડબરોક્કા થિયેટરમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 130 લોકોના મોત થયા હતાં. ત્રીજા હુમલાની વાત કરીએ તો 5 જુલાઈ 2003માં મોસ્કોમાં ત્રીજો હુમલો થયો હતો. મોસ્કોના તુશિનો હવાઈ ક્ષેત્રમાં આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતાં. ત્યાર બાદ 6 ફેબ્રુઆરી 2004માં મોસ્કોમાં ચોથો આતંકવાી હુમલો થયો હતો. મોસ્કો શહેરની મેટ્રોમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 41 લોકોના મોત થયાં હતાં.

Advertisement

મેટ્રો બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મોત થયાં હતાં

રશિયાના મોસ્કોમાં 25 વર્ષમાં 7 આતંકવાદીઓ થયા છે. મોસ્કોમાં પાંચમાં આતંકવાદી હુમલો 29 માર્ચ 2010 માં થયો હતો. આ હુમલામાં પણ ઘણા લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો મોસ્કોની મેટ્રોમાં થયેલા બીજા બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મોત થયાં હતાં. આ સાથે 24 જાન્યુઆરી 2011માં રશિયાના મોસ્કોમાં છઠ્ઠો આતંકી હુમલો થયો હતો. ડોમોડેડોવો એરપોર્ટ પર આત્મઘાતી હુમલામાં 37 લોકોના મોત થયા હતાં. જ્યારે 22 માર્ચે ફરી એક વાર આતંકવાદી હુમલો થયો જેમાં 80 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: Russia Terrorist Attack : ISIS એ લીધી આ હુમલાની જવાબદારી, સામે આવી આતંકવાદીઓની તસવીરો

આ પણ વાંચો: Russia Terrorist Attack : જાણો કેમ અમેરિકાએ કરી હતી ભવિષ્યવાણી? 14 દિવસ પછી જ થયો આતંકી હુમલો

આ પણ વાંચો: Terrorist Attack : મોસ્કોમાં થયો ઘાતકી આતંકી હુમલો, ફાયરિંગ અને બ્લાસ્ટમાં 60 મોત અને 145 ઘાયલ

Tags :
Advertisement

.