Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અજમેર પાસે મોડી રાતે ગંભીર ટ્રેન અકસ્માત, એન્જિન સહિત 4 કોચ પાટા પરથી ઉતર્યા

રવિવારે મોડી રાત્રે રાજસ્થાનના અજમેરમાં મદાર રેલ્વે સ્ટેશન (Madar railway station) પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના (train accident) સર્જાઈ છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સુપરફાસ્ટ ટ્રેન (Superfast Train) ના 4 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા છે. અકસ્માત...
અજમેર પાસે મોડી રાતે ગંભીર ટ્રેન અકસ્માત  એન્જિન સહિત 4 કોચ પાટા પરથી ઉતર્યા

રવિવારે મોડી રાત્રે રાજસ્થાનના અજમેરમાં મદાર રેલ્વે સ્ટેશન (Madar railway station) પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના (train accident) સર્જાઈ છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સુપરફાસ્ટ ટ્રેન (Superfast Train) ના 4 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા છે. અકસ્માત બાદ પેસેન્જર ટ્રેન (Passenger Train) ના જનરલ કોચમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગયો હતો અને ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ મુસાફરો આમ તેમ દોડવા લાગ્યા હતા. આ અકસ્માત (Accident) માં કેટલાક મુસાફરો ઘાયલ (Injured) થયા હોવાની માહિતી મળી છે. મોડી રાત્રે થયેલા અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

સુપરફાસ્ટ ટ્રેનના 4 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતર્યા

મોડી રાતે જ્યારે ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ (Sabarmati-Agra Superfast Express) ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી ત્યારે તેમા સવાર યાત્રીઓ સમજી જ ન શક્યા કે શું થયું છે. તે પછી જેને જ્યા સુરક્ષિત (Safe) લાગ્યું ત્યા ભાગવા લાગ્યા. અહીં સૌથી મોટી વાત એ છે કે, આ અકસ્માત (Accident) ના 1 કલાક બાદ પણ રેલ્વેના કોઈ વરિષ્ઠ અધિકારી (Senior Railway Official) ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. અકસ્માતમાં સુપરફાસ્ટ ટ્રેનના 4 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા, જોકે કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી પણ કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે 1:00 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ અકસ્માત અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે થયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં મોટાભાગના લોકો સૂતા હતા. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. મુસાફરોએ જણાવ્યું કે જોરદાર અવાજ સાથે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

Advertisement

મુસાફરો માટે ભોજન અને તબીબી વ્યવસ્થા આપવામાં આવી

ADRM બલદેવ રામે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલી અજમેર આગ્રા ફોર્ટ સાબરમતી પેસેન્જર ટ્રેન ગઈકાલે સાંજે 5:00 વાગ્યે સમયસર નીકળી હતી. તેમણે કહ્યું કે ટ્રેનનું સંચાલન સરળ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ રાત્રે 1:00 વાગ્યે મદાર રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલાં, જ્યારે થોડી દૂર બીજી ટ્રેનથી ટ્રેક બદલતી વખતે, પેસેન્જર ટ્રેન સાઈડથી અથડાઈ હતી. જો કે અકસ્માતના અન્ય ટેકનિકલ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. કહેવાય છે કે દુર્ઘટનાને કારણે પાટા પોતાની જગ્યાએથી ખસી ગયા છે. અહેવાલ અનુસાર, રેલ્વે અધિકારીઓએ તેમના સ્ટાફને અજમેરની રેલ્વે હોસ્પિટલ જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, જેથી જે પણ લોકો અકસ્માતમાં ઘાયલ થાય તો તેની સારવાર થઈ શકે. વળી, રેલ્વે અધિકારીઓએ અજમેર રેલ્વે સ્ટેશન અને મદાર રેલ્વે સ્ટેશન પર જર્નલ કોચના મુસાફરો માટે ભોજન અને તબીબી વ્યવસ્થા પૂરી પાડી છે અને રૂટ સામાન્ય થયા પછી, તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે.

આ પણ વાંચો - Jharkhand : દુઃખદ અકસ્માત! જામતારામાં ટ્રેનની અડફેટે આવતા અનેક લોકોના મોતના

Advertisement

આ પણ વાંચો - નવસારીમાં તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી, જાણો શું છે સમગ્ર ઘટના

Tags :
Advertisement

.