Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP માંથી MLA ની ટિકિટ અપાવવાના નામે 2.40 કરોડની છેતરપિંડી, મોત માટે Police જવાબદાર ?

મહેસાણા અર્બન બેંક (Mehsana Urban Bank) ના ડિરેક્ટર કિરીટ પટેલના આપઘાત પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી (Achal Tyagi IPS) અને બેચરાજી પીએસઆઈ રાઠોડ સામે અતિ ગંભીર આરોપ લાગ્યા છે. 2.40 કરોડના છેતરપિંડી મામલામાં ભોગ બનનારા કિરીટ પટેલને પોલીસ હેરાન...
bjp માંથી mla ની ટિકિટ અપાવવાના નામે 2 40 કરોડની છેતરપિંડી  મોત માટે police જવાબદાર

મહેસાણા અર્બન બેંક (Mehsana Urban Bank) ના ડિરેક્ટર કિરીટ પટેલના આપઘાત પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી (Achal Tyagi IPS) અને બેચરાજી પીએસઆઈ રાઠોડ સામે અતિ ગંભીર આરોપ લાગ્યા છે. 2.40 કરોડના છેતરપિંડી મામલામાં ભોગ બનનારા કિરીટ પટેલને પોલીસ હેરાન કરતી હોવાનો તેમજ અધિકારીઓએ આરોપીઓ પાસેથી આર્થિક લાભ લીધો હોવાનો આરોપ સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં લાગ્યો છે. અગાઉ કોંગ્રેસ (Congress) અને છેલ્લાં કેટલાંક વર્ષોથી BJP માં રહેલા સ્વ. પૂર્વ ધારાસભ્ય ભાઈલાલભાઈ પટેલ (Bhailalbhai Patel MLA) ના પુત્ર કિરીટ પટેલના ચકચારી આપઘાત કેસની તપાસ ગાંધીનગર રેન્જ (Gandhinagar Range) IG અભય ચુડાસમા (Abhay Chudasama IPS) એ ઊંઝા પીઆઈને સોંપી છે. જ્યારે મહેસાણા એસપી અચલ ત્યાગી અને મોઢેરા PSI એસ. જે. રાઠોડ સામે લાગેલા આરોપની તપાસ સાબરકાંઠા હેડ કવાટર્સ ડીવાયએસપી પાયલ સોમેશ્વર (Dysp Payal Someshvar) ને સોંપી છે.

Advertisement

શું છે સમગ્ર મામલો ?

મહેસાણા અર્બન કો.ઓ. બેંકના ડિરેક્ટર અને શ્રી બી.એમ.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી કિરીટ પટેલે (Kirit Patel) પોલીસને ફેબ્રુઆરી-2023માં છેતરપિંડીની લેખિત ફરિયાદ આપી હતી. અમદાવાદના એક દંપતિ સહિત પાંચ લોકોએ 2 કરોડ 40 લાખ 50 હજારની છેતરપિંડી આચરી હોવાની લેખિત ફરિયાદ પોલીસને આપી હતી. વર્ષ 2022માં ઠગ ટોળકીએ ટુકડે-ટુકડે 2 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા મેળવી લઈ ચીટિંગ કર્યું હતું. આ મામલે કિરિટ પટેલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા પોલીસ સ્ટેશન (Modhera Police Station) ના પીએસઆઈ એસ. જે. રાઠોડ (PSI S J Rathod) ને છેતરપિંડીના મામલામાં વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં આક્ષેપિતો સામે પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરી ન હતી તેમજ FIR નોંધી ન હતી. પોલીસ ભોગ બનનાર કિરીટ પટેલને તપાસના નામે ત્રાસ આપતી હોવાથી ગત 1 જુલાઈના રોજ સવારે ગળાફાંસો ખાઈને આપઘાત (Kirit Patel Sucide Case) કરી લીધો હતો.

Advertisement

કેવી રીતે થઈ છેતરપિંડી ?

Advertisement

કિરીટ પટેલના પિતા ભાઈલાલભાઈ પટેલ વર્ષો અગાઉ જોટાણા વિધાનસભાના ધારાસભ્ય હતા. ભાજપમાંથી વિધાનસભા 2022ની ચૂંટણી લડવાની મહેચ્છા ધરાવતા કિરીટ પટેલને કેટલાંક લોકોએ નિશાન બન્યા અને MLA ની ટિકિટ અપાવવાની એક ઠગ ટોળકીએ લાલચ આપી હતી. જુલાઈ-2022થી ઓક્ટોબર-2022ના સમયગાળા દરમિયાન દિલ્હીના મોટા મોટા નેતાઓ સાથે સંબંધો હોવાનો ડોળ ઉભો કરી ટુકડે ટુકડે કિરીટભાઈ પટેલ પાસેથી 2 કરોડ 40 લાખ 50 હજાર ખંખેરી લીધા હતા. આ ઠગ ટોળકીમાં નિલેશ ત્રિવેદી (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક વિનોદકુમાર શુકલા, અભિષેકની પત્ની કૃપા અને અમી જોશી (ત્રણેય રહે. અમદાવાદ) સામેલ હતા.

પોલીસ સામે ગંભીર આરોપ લાગ્યા

મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા પીએસઆઈએ ફરિયાદ નહીં નોંધી આર્થિક લાભ લીધો હોવાનો આરોપ મૃતક કિરીટ પટેલની સ્યૂસાઈડ નોટમાં લાગ્યો છે. પોલીસે ઠગ ટોળકી સામે કાર્યવાહી કરવાનું સતત ટાળતી હતી. છેતરપિંડીના મામલાની ફાઈલ પોલીસના હાથમાં ના જશે તો રફેદફે થઈ જશે તેવો સ્યૂસાઈડ નોટમાં અતિ ગંભીર આરોપ પણ લગાવાયો છે.

આ પણ વાંચો - બુકી Amit Majithia નો Exclusive ઈન્ટરવ્યુ, ખોલ્યા અનેક રાઝ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.