ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi માં ગંભીર અકસ્માત, DTC બસના ડ્રાઈવરની ભૂલના કારણે બે લોકોના મોત

Delhi માં DTC બસ નિયંત્રણ બહાર ગઈ પોલીસકર્મી સહિત બે લોકોને કચડી નાખ્યા ટક્કર માર્યા બાદ DTC બસ ડિવાઈડર સાથે અથડાઈ રાજધાની દિલ્હી (Delhi)માં મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં રિંગ રોડ પર મઠ માર્કેટ પાસે...
09:37 AM Nov 05, 2024 IST | Dhruv Parmar
  1. Delhi માં DTC બસ નિયંત્રણ બહાર ગઈ
  2. પોલીસકર્મી સહિત બે લોકોને કચડી નાખ્યા
  3. ટક્કર માર્યા બાદ DTC બસ ડિવાઈડર સાથે અથડાઈ

રાજધાની દિલ્હી (Delhi)માં મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં રિંગ રોડ પર મઠ માર્કેટ પાસે એક અનિયંત્રિત DTC બસે એક વ્યક્તિ અને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી હતી. બંનેને ટક્કર માર્યા બાદ DTC બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્યાં પટકાયેલા બે લોકોના મોત થયા હતા. બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત બાદ DTC બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બસ ડ્રાઈવર વિનોદ કુમાર (57) ગાઝીપુરનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બસ ડિવાઈડર પર ચઢી ગઈ...

મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ DTC બસ રિંગ રોડ પર આવેલા મઠ તરફથી આવી રહી હતી. સ્પીડમાં આવતી બસ આશ્રમ પાસે લોખંડના વિશાળ થાંભલા સાથે અથડાઈ હતી. પોલ પાસે એક વ્યક્તિ ઉભો હતો જે તેની અસરમાં આવી ગયો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. DTC ડ્રાઈવર વિનોદે બસને ત્યાં રોકી ન હતી પરંતુ તેને લગભગ 100 મીટર સુધી લઈ ગઈ હતી અને બેરિકેડ પર તૈનાત કોન્સ્ટેબલ વિક્ટર પણ આ લોખંડના પોલ સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ DTC બસનો ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો જેમાં લોખંડના પોલ ફસાઈ જતાં તે પોલીસ બેરિકેડ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

આ પણ વાંચો : Pawan Kalyan એ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો, ગૃહમંત્રીને લીધા આડે હાથ

પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી હતી...

આ અકસ્માતમાં સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં તૈનાત નાગાલેન્ડના રહેવાસી 27 વર્ષીય કોન્સ્ટેબલ વિક્ટર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે. કોન્સ્ટેબલ વિક્ટર નાઈટ પેટ્રોલીંગ ડ્યુટી પર તૈનાત હતા. બસની હાલત જ બતાવે છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. જો DTC બસના ડ્રાઈવરે પોલ સાથે અથડાયા બાદ બસ રોકી હોત તો પોલ પોલીસ બેરિકેડ સાથે અથડાવાને કારણે દિલ્હી (Delhi) પોલીસ કોન્સ્ટેબલ વિક્ટરે પોતાનો જીવ ગુમાવ્યો ન હોત. હાલ પોલીસે આરોપી DTC ડ્રાઈવર વિનોદની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : Uttar Pradesh: CM યોગી આદિત્યનાથને ફરી મારી નાખવાની ધમકી, પોલીસ આરોપીની શોધમાં વ્યસ્ત

Tags :
AccidentDeathDelhiDTC BusGujarati NewsIndiaNational
Next Article