Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lebanon માં સિરિયલ બ્લાસ્ટ, 5 ના મોત, ઈરાનના રાજદૂત સહિત 1000 થી વધુ લોકો ઘાયલ

ઈઝરાયેલે લેબનોનમાં સિરિયલ બ્લાસ્ટ કર્યા ઈરાનના રાજદૂત સહિત 1000 થી વધુ ઘાયલ ખિસ્સામાં રાખેલા પેજરમાં થયો બ્લાસ્ટ લેબનોન (Lebanon)ની રાજધાની બેરૂતમાં સીરીયલ વિસ્ફોટના સમાચાર છે. જ્યાં સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક ગેજેટ પેજરમાં સીરીયલ વિસ્ફોટ થયા છે. હિઝબુલ્લાહ લડવૈયાઓ,...
lebanon માં સિરિયલ બ્લાસ્ટ  5 ના મોત  ઈરાનના રાજદૂત સહિત 1000 થી વધુ લોકો ઘાયલ
Advertisement
  1. ઈઝરાયેલે લેબનોનમાં સિરિયલ બ્લાસ્ટ કર્યા
  2. ઈરાનના રાજદૂત સહિત 1000 થી વધુ ઘાયલ
  3. ખિસ્સામાં રાખેલા પેજરમાં થયો બ્લાસ્ટ

લેબનોન (Lebanon)ની રાજધાની બેરૂતમાં સીરીયલ વિસ્ફોટના સમાચાર છે. જ્યાં સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક ગેજેટ પેજરમાં સીરીયલ વિસ્ફોટ થયા છે. હિઝબુલ્લાહ લડવૈયાઓ, નાગરિકો અને ડોકટરો સહિત 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

ઈરાનની એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લેબનોન (Lebanon)માં ઈરાનના રાજદૂત મોજતબા અમાની વિસ્ફોટમાં ઘાયલ થયા છે. ત્રણ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટિત પેજર્સ તાજેતરના મહિનાઓમાં હિઝબોલ્લાહ દ્વારા તૈનાત કરાયેલા નવીનતમ મોડલ હતા. સિરિયલ વિસ્ફોટો બાદથી એમ્બ્યુલન્સ બેરૂતની દક્ષિણે આવેલા વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે, જે હિઝબુલ્લાહનો ગઢ છે. વિસ્ફોટો બાદ ગભરાટનો માહોલ છે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે લેબનોન (Lebanon)ના દક્ષિણ ભાગમાં ઘણા પેજર વિસ્ફોટ થયા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો : માર્કેટ જનાર માતાએ 4 બાળકોને ઘરમાં પુર્યાં, અને લાગી ભીષણ આગ, માસૂમ જીવતાં ભૂંજાયા

એક પછી એક અનેક બ્લાસ્ટ થયા...

આ સીરીયલ બ્લાસ્ટ દક્ષિણ લેબનોન (Lebanon) અને રાજધાની બેરૂત સહિત ઘણા સ્થળોએ થયા હતા, જેને હિઝબુલ્લાહના ઈતિહાસમાં સૌથી મોટી ગુપ્તચર ખોટ તરીકે જોવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક પછી એક અનેક બ્લાસ્ટ થયા છે. એક કલાક સુધી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : Italian PM Giorgia Meloni એ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

હોસ્પિટલોમાંથી આવી રહી છે ડરામણી તસવીરો...

સોશિયલ મીડિયા અને લેબનીઝ અને ઇઝરાયલી મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ઘાયલ લોકોને જમીન પર પડેલા દર્શાવવામાં આવ્યા છે. જમીન પર લોહીના નિશાન છે અને તેમાંથી ઘણા બેભાન અવસ્થામાં પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ બાદ હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે, જ્યાં કેટલાક લોકોને માથામાં ઈજાઓ છે, તેમના પગ અને હાથમાં ઈજા થઈ છે.

આ પણ વાંચો : Typhoon Yagi એ Myanmar માં તબાહી મચાવી, 200 થી વધુ લોકોના મોત, 77 લોકો ગુમ

Tags :
Advertisement

.

×