Serbia : રેલ્વે સ્ટેશનની અચાનક છત ધરાશાયી, બાળકી સહિત 14 ના મોત
- રેલ્વે સ્ટેશનની છત ધરાશાયી
- એક અલકી સહિત 14 લોકોના મોત
- અકસ્માતના CCTV વીડિયો વાયરલ
સર્બિયા (Serbia)માં એક રેલ્વે સ્ટેશનની છત ધરાશાયી થવાને કારણે ઘણા લોકોના મોત થયા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. છત ધરાશાયી થયા બાદ ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે બચાવકર્મીઓને ઘણા કલાકો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અકસ્માત કેવી રીતે થયો તે જોઈ શકાય છે.
આ ઘટના નોવી સેડ રેલવે સ્ટેશન પર બની હતી. અહીં કોંક્રીટની છત પડી જવાને કારણે ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સર્બિયા (Serbia)ના PM મિલોસ વ્યુસેવિકે કહ્યું કે, "આ અમારા માટે, સમગ્ર સર્બિયા (Serbia) માટે બ્લેક ફ્રાઈડે છે." વ્યુસેવિકે જણાવ્યું હતું કે, છત 1964 માં બનાવવામાં આવી હતી અને આ ઘટના કેવી રીતે બની અને કોણ જવાબદાર છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Bangladesh : હિન્દુઓ પર રસ્તા પર, સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ
CCTV વીડિયો સામે આવ્યો...
આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ત્યાં લોકોની અવરજવર જોવા મળી રહી છે. કેટલાક લોકો બેંચ પર બેઠા છે. દરમિયાન અચાનક કોંક્રીટની છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા. છતનો એક ભાગ ધરાશાયી થતાં સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.
આ પણ વાંચો : સ્પેનમાં 8 કલાકમાં પડ્યો 1 વર્ષનો વરસાદ, જોવા મળી વિનાશકારી તબાહી!
છ વર્ષની બાળકીનું પણ મોત થયું...
સર્બિયા (Serbia)ના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકે પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 વર્ષની બાળકી અને નોર્થ મેસેડોનિયાના એક નાગરિકનો સમાવેશ થાય છે. કેટલાક લોકોના મૃતદેહની ઓળખ થઈ શકી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ રેલ્વે સ્ટેશન પર થોડા વર્ષોમાં બે વાર રિપેરિંગનું કામ થયું હતું. હવે ટીકાકારો કહે છે કે વહીવટીતંત્રે ભ્રષ્ટ અને બેદરકારીથી કામ કર્યું છે. આ ઘટના સામે વિરોધ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Israel સેનાએ Gaza પર ફરી આતંક મચાવ્યો, 47 પેલેસ્ટાઈનીના મોત