Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NCP ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં થઈ હત્યા, પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા બાન્દ્રા ખેરવાડી સિગ્નલ પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ ઓફિસમાંથી નીકળતા સમયે તેમની પર થયું હતું ફાયરિંગ NCP leader Baba Siddique Murder: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસિપિ) ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી (Siddique...
ncp ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં થઈ હત્યા  પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ
  1. મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા
  2. બાન્દ્રા ખેરવાડી સિગ્નલ પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ
  3. ઓફિસમાંથી નીકળતા સમયે તેમની પર થયું હતું ફાયરિંગ

NCP leader Baba Siddique Murder: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસિપિ) ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી (Siddique Murder)ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગોળી લાગ્યા પછી તેમને ગંભીર હાલતમાં મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હુમલાખોરો કોણ હતા તે મામલે અત્યારે તપાસ ચાલી રહીં છે. જો કે, મુંબઈ પોલીસે આ ઘટનાઓની પુષ્ટિ કરતાં કહ્યું કે, હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ નથી.

Advertisement

ત્રણ લોકોએ બાંદ્રા ઈસ્ટમાં તેમને ગોળી મારી હતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો જ્યારે બાબા સિદ્દીકી (Siddique Murder) પોતાના પુત્ર જીશાન સિદ્દીકીના કચેરીના બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ બાંદ્રા ઈસ્ટમાં તેમને ગોળી મારી હતી. તેમને ત્રણ ગોળીઓ લાગી અને પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, મુંબઈ પોલીસે અત્યારે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે, જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય.

Advertisement

અજીત પવારના નેતૃત્વ હેઠળ NCP ના વરિષ્ઠ નેતા

આ મામલે પોલીસે એ પણ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં મામલામાં મહત્વપૂર્ણ પુરાવો મળવાની આશા છે. બાબા સિદ્દીકી (Baba Siddique)ને મુંબઈની રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસિપિ) ના વરિષ્ઠ નેતા છે. ભારતીય રાજકારણમાં તેઓ એક મહત્વનો ભાગ પણ ભજવ્યો છે. મહરાષ્ટ્રમાં તેઓ સક્રિય વરિષ્ઠ રાજનેતા છે અને વિધાયક તરીકે સેવાઓ પણ આપી છે.

Advertisement

આ પણ વાંચો: Israel એ આ રીતે લીધો બદલો, Iran પર કર્યો સાયબર હુમલો, ચોરી કરી સરકારી માહિતી

મુંબઈના બાંદ્રા-વેસ્ટમાં વિધાયક તરીકે પણ સેવા આપી

મહારાષ્ટ્રના ઉપમુખમંત્રીએ અજીત પવારના નેતૃત્વ હેઠળ NCP ના વરિષ્ઠ નેતા હતા. નોંધનીય છે કે, તેમણે મુંબઈના બાંદ્રા-વેસ્ટ મત વિસ્તારથી વિધાયક તરીકે પણ સેવા આપી હતી. તેમણે 1999, 2004 અને 2009 માં સતત ત્રણ વખત વિધાયક તરીકે ચૂંટણી જીતી હતી. આ સાથે, તેમણે 2004-08 દરમિયાન કોંગ્રેસ સરકારમાં ખોરાક અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDAના રાજ્ય મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો: આ તારીખે નાયબ સિંહ સૈની લેશે Haryana CM પદના શપથ, PM મોદી આપશે હાજરી

Tags :
Advertisement

.