ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Poonam Mahajan નો ચોંકાવનારો દાવો, મારા પિતાની હત્યા એક મોટુ ષડયંત્ર

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પૂનમ મહાજનનો ચોંકાવનારો દાવો તેમના પિતા પ્રમોદ મહાજનની હત્યા એક મોટું ષડયંત્ર હતું તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખશે તેમના પિતાની હત્યાની તપાસની માંગ કરશે Poonam Mahajan :...
12:42 PM Nov 08, 2024 IST | Vipul Pandya
Poonam Mahajan

Poonam Mahajan : મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પૂનમ મહાજને (Poonam Mahajan) પોતાના પિતા પ્રમોદ મહાજનની હત્યાને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમનું કહેવુ છે કે તેમના પિતાની હત્યા એક મોટું ષડયંત્ર હતું, જે વહેલું કે મોડુ પ્રકાશમાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેમના પિતાની હત્યાની તપાસની માંગ કરશે.

'કાવતરાની ગંધ આવે છે'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ મહાજને દાવો કર્યો હતો કે તેમને તેમના પિતાના મૃત્યુ પાછળ કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે. જે ગોળીબાર પાછળ તેમના પિતાના મૃત્યું થયું તેની પાછળ કેટલાક ખોટા હેતુઓ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે 2006માં જ્યારે આ ઘટના બની ત્યારે તે એવી હાલતમાં ન હતી કે કોઇ શંકા વ્યક્ત કરી શકે. પણ મારા મનમાં મારા પિતાના મૃત્યુને લઈને હંમેશા શંકા રહેતી. હવે જ્યારે તેમની પાર્ટી કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તામાં છે, ત્યારે તેમણે એક ઘટના યાદ કરી અને કહ્યું કે તે અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ બંનેને પત્ર લખીને સત્ય શોધવા માટે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરશે.

પ્રમોદ મહાજન હત્યા કેસ

22 એપ્રિલ, 2006 ના રોજ સવારે 7:30 વાગે પ્રમોદ મહાજન વર્લી (મુંબઈ)ના પૂર્ણા ગોદાવરી એપાર્ટમેન્ટમાં પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ટીવી પર કોઈ ન્યુઝ ચેનલ ચાલુ હતી, તેનો અવાજ આવી રહ્યો હતો. સામે ટેબલ પર ચા રાખવામાં આવી હતી અને મહાજનના હાથમાં તે દિવસનું અખબાર હતું.

આ પણ વાંચો----Maharashtra : BJP ની મોટી કાર્યવાહી, 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા...

પ્રમોદનો નાનો ભાઈ પ્રવિણ મહાજન અચાનક આવ્યો

તે સમયે જ દરવાજા પર ટકોરા થાય છે. પ્રમોદની પત્ની રેખા બેડરૂમમાંથી બહાર આવે છે અને દરવાજો ખોલે છે. તેમના સાળા એટલે કે પ્રમોદનો નાનો ભાઈ પ્રવિણ મહાજન જીન્સ અને ટી-શર્ટ પહેરીને સામે ઊભો હતો. પ્રવિણે ગોળી મારીને પ્રમોદ મહાજનની હત્યા કરી હતી. તેણે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પછી નજીકના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. 30 ઓક્ટોબર 2007ના રોજ પ્રવિણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

અગાઉ 2022માં પણ પૂનમે ઈશારો કર્યો હતો

અગાઉ 2022માં પણ પૂનમે ઈશારો કર્યો હતો કે તેમના પિતાની હત્યા પાછળ કોઈ માસ્ટરમાઈન્ડ છે અને તેમાં પારિવારિક ઝઘડા કરતાં પણ વધુ છે, જેનો પર્દાફાશ કરવાની જરૂર છે.

કોણ છે પૂનમ મહાજન?

પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન 2006માં ભાજપમાં જોડાઈ હતી. 2009માં ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર એમપીની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. 2014માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક ટ્રેન્ડ પાયલોટ છે. તેમણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેમની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો----Maharashtra Elections : શાહનો કડક સંદેશ, બળવાખોરોને ગઠબંધનમાં કોઈ સ્થાન નહીં

Tags :
claimconspiracyMaharashtraMaharashtra BJPMaharashtra PoliceMurderPoonam MahajanPramod MahajanPramod Mahajan murder casePramod Mahajan's murderPravin MahajanSenior Maharashtra BJP leaderUnion Home Minister Amit Shah
Next Article