Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું અતીકના હત્યારા કોઇ ષડયંત્રના મોહરા તો નથી ?

ઉત્તર પ્રદેશના માફિયા અતિક એહમદ અને તેના ભાઇ  અશરફની હત્યા બાદ સમગ્ર દેશમાં વાતાવરણ ગરમાયું છે. લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે અને ભારે ચર્ચા થઇ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણ અને ગુનાઇત ભુતકાળને નજીકથી જાણનારા જાણીતા પત્રકારોએ ગુજરાત...
શું અતીકના હત્યારા કોઇ ષડયંત્રના મોહરા તો નથી
ઉત્તર પ્રદેશના માફિયા અતિક એહમદ અને તેના ભાઇ  અશરફની હત્યા બાદ સમગ્ર દેશમાં વાતાવરણ ગરમાયું છે. લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે અને ભારે ચર્ચા થઇ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણ અને ગુનાઇત ભુતકાળને નજીકથી જાણનારા જાણીતા પત્રકારોએ ગુજરાત ફર્સ્ટ સાથે અતિક મર્ડર કેસ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.  ફાઇનલ એસોલ્ટના એડિટર નીરજ રાજપૂતે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો સિનીયર જર્નાલીસ્ટના મત….
આરોપીને આટલા નજીક કેવી રીતે આવવા દેવાયા
ફાયનલ એસોલ્ટના એડિટર નીરજ રાજપૂતે કહ્યું કે જે રીતે માર્યા છે તેવું ઘણું ઓછું જોવા મળ્યું છે. પોલીસ કસ્ટડીમાં હત્યા ઘણી થઇ છે. પોલીસ કસ્ટડી અને જજ સામે પણ મર્ડર થયા છે પણ મીડિયા કેમેરા સામે પોલીસ કસ્ટડીમાં હત્યા થાય છે તે ડેરીંગ ઇન્સીડન્સ છે. અતીકનો બે દશકથી ખૌફ હતો. અપરાધની દુનિયામાં તેનું વર્ચસ્વ હતું. આઇએસઆઇ સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે પણ પોલીસ કસ્ટડીમાં કેવી રીતે હત્યા થાય અમને કેમેરાની સામે ક્રિમીનલની હત્યા થાય તે સવાલો ઉભા કરે છે. જયુડીશ્યલ કમિશનની રચના થઇ છે. મીડિયાના વેશમાં હત્યારા હતા. આટલી નજીક કોઇને કેવી રીતે આવવા દેવાયા તે પણ સવાલ થાય છે.
હત્યારા ષડયંત્રના મોહરા તો નથી ને 
નીરજ રાજપુતે કહ્યું કે  કઇ રીતે આરોપીઓ પાસે હથિયાર આવ્યા તે પણ સવાલ ઉભા કરે છે. માફિયા ડોનના પણ આઇએસઆઇ સાથે કનેક્શનની વાત છે. તેઓ ડ્રોન મારફતે હથિયાર મંગાવ્યા હોવાની વાત છે અને કેટલાક હથિયાર જપ્ત પણ કરાયા હતા. હત્યારાઓએ  ખુબ નજીકથી આવીને ગોળી ચલાવી હતી. તેમણે આત્મવિશ્વાસથી ફાયરીંગ કર્યું હતું જેથી લાગે છે કે તેઓ પ્રોફેશનલ હતા. પોલીસ પાસે હથિયાર હોવાથી તેમણે હત્યા કરીને સરન્ડર પણ કરી દીધું અને હત્યા એવી રીતે કરી કે તેઓ બંનેને હોસ્પિટલમાં પણ પોલીસ ના લઇ જઇ શકે. અતિકને મારવાનું મોટુ ષડયંત્ર તો ન હતું તે પણ સવાલ ઉભો થયો છે.
જેવું ગુડ્ડુ મુસ્લિમનું નામ લીધું કે ગોળી ચલાવી 
પોલીસ તપાસ કરશે કે ત્રણેયનું બ્રેકગ્રાઉન્ડ  ચેક કરાઇ રહ્યું છે.  તેમણે સાથે મળીને ષડયંત્ર રચ્યું કે કોઇ લાર્જર કોન્સ્પીરન્સી રચી તેમને મોહરા બનાવી અતીકની હત્યા કરાઇ તે સવાલ છે.  તે ગુડ્ડુ મુસ્લીમ વિશે વાત કરતો હતો ત્યારે જ જેવુ ગુડ્ડુ નું નામ બોલ્યો કે તુરત જ તેની પર ગોળી ચલાવાઇ હતી અને હવે તેની પણ તપાસ થશે. પોલીસ કસ્ટડીમાં કેમેરા સામે મર્ડર કેમ કરાયું તેની ઉંડી તપાસ કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.