Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress ના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન, પાકિસ્તાનમાં પણ આપી હતી આ સેવા...

નટવર સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન સુરજેવાલાએ શોક વ્યક્ત કર્યો હતો... રાજસ્થાનના CM એ દુઃખ વ્યક્ત કર્યું... પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા...
07:40 AM Aug 11, 2024 IST | Dhruv Parmar
  1. નટવર સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન
  2. સુરજેવાલાએ શોક વ્યક્ત કર્યો હતો...
  3. રાજસ્થાનના CM એ દુઃખ વ્યક્ત કર્યું...

પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ રોગની સારવાર માટે છેલ્લા ઘણા અઠવાડિયાથી દાખલ હતા. નટવર સિંહનો જન્મ 1931 માં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થયો હતો. નટવર સિંહના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીમાં થવાના છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા.

સુરજેવાલાએ શોક વ્યક્ત કર્યો હતો...

કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતા રણદીપ સુરજેવાલાએ નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુરજેવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ આપે.

2004 થી 2005 સુધી વિદેશ મંત્રી...

કોંગ્રેસ (Congress)ના ભૂતપૂર્વ સાંસદ નટવર સિંહ તત્કાલીન PM મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ-1 સરકાર દરમિયાન 2004-05 ના સમયગાળા માટે ભારતના વિદેશ પ્રધાન હતા. તેમણે પાકિસ્તાનમાં રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. તેઓ 1966 થી 1971 સુધી PM ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે પણ જોડાયેલા હતા.

આ પણ વાંચો : ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર

રાજસ્થાનના CM એ દુઃખ વ્યક્ત કર્યું...

રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. CM ભજનલાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભગવાન શ્રી રામ દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકની આ ઘડીમાં શોકાતુર પરિવારને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

આ પણ વાંચો : ક્રાંતિવીર અને શહીદોની યાદમાં યુવકે પોતાનું શરીર કર્યું કુરબાન, જુઓ વીડિયો

નટવર સિંહે ઘણા પુસ્તકો લખ્યા...

તમને જણાવી દઈએ કે નટવર સિંહને વર્ષ 1984 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. નટવર સિંહે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. નટવર સિંહની ગણતરી કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. તેઓ વિદેશી બાબતોના ખૂબ જ જાણકાર હતા.

આ પણ વાંચો : વાયનાડની વેદના જોઈ PM મોદી પહોંચ્યા મુલાકાતે, રાહત અને પુનર્વસનના આપ્યા આદેશ

Tags :
Congress leader former foreign minister Natwar SinghGujarati NewsIndiaNationalNatwar Singh passed awayNatwar Singh passed away on Last Nightpassed away
Next Article