Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress : કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જેઓ માત્ર રામ મંદિરને જ નહીં પરંતુ ખુદ રામને નફરત કરે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધતા ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જેઓ માત્ર રામ મંદિરને જ નહીં પરંતુ ખુદ રામને નફરત કરે છે. આ લોકો માત્ર હિંદુત્વથી...
congress   કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જેઓ માત્ર રામ મંદિરને જ નહીં પરંતુ ખુદ રામને નફરત કરે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધતા ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જેઓ માત્ર રામ મંદિરને જ નહીં પરંતુ ખુદ રામને નફરત કરે છે. આ લોકો માત્ર હિંદુત્વથી જ નહીં પરંતુ ખુદ હિંદુઓથીજ ચીડ છે. આ લોકો હિન્દુ ધર્મગુરુઓનું અપમાન કરવા માંગે છે. તેમને બિલકુલ પસંદ નથી કે કોઈપણ હિંદુ ધર્મગુરુ પક્ષમાં રહે. જોકે, તેમણે આવા કોઈ નેતાનું નામ ન લીધું અને કહ્યું કે રાજકારણમાં ભાષા માત્ર સાંકેતિક જ રહે છે. તેમણે કહ્યું કે હું કોઈનું નામ લેવાનું પસંદ નહીં કરું, પરંતુ મને લાગ્યું છે કે કોંગ્રેસમાં આવા કેટલાક નેતાઓ છે.

Advertisement

આ દેશનું સૌભાગ્ય છે કે અમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોવા જઈ રહ્યા છીએ

તેમણે કહ્યું કે INDIA ગઠબંધન બનાવવાનો હેતુ મોદી અને ભાજપને હટાવવાનો છે. દુઃખની વાત છે કે આ લોકો મોદી અને બીજેપીને નફરત કરી દેશની સામે જ થઈ ગયા. તેમણે કહ્યું કે આ દેશનું સૌભાગ્ય છે કે અમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોવા જઈ રહ્યા છીએ. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું, 'ગાંધી પરિવાર વિના કોંગ્રેસની કોઈ ઓળખ નથી. સમગ્ર વિપક્ષ અને INDIA ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીથી મોટો બીજો કોઈ નેતા નથી. જો કોંગ્રેસ PM નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માંગતી હોય તો પ્રિયંકાને PM ઉમેદવાર બનાવવી જોઈએ.

Advertisement

વિપક્ષ પોતે ભૂલો કરે છે અને તેના માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવે છે

આચાર્ય પ્રમોદે જીતન રામ માંઝી અને મહિલાઓને લઈને નીતિશ કુમારના વિવાદાસ્પદ નિવેદન પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે નીતિશ કુમારે વિધાનસભામાં મહિલાઓનું અપમાન કર્યું. પણ INDIA ગઠબંધન તરફથી આ અંગે કોઈએ કંઈ કહ્યું નથી. ક્રિષ્નમે કહ્યું કે વિપક્ષ પોતાની ભૂલો કરે છે અને પછી તેના માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવે છે તે વિડંબના છે. નીતીશ કુમારે જે કહ્યું તેના માટે આપણે મોદીને જવાબદાર ઠેરવી શકીએ કે કેમ તે આપણે જાતે જ વિચારવા જેવું છે.

Advertisement

સનાતન ધર્મ અને ભગવાન રામ વિના આ દેશમાં લોકશાહીનો કોઈ અર્થ નથી

કોંગ્રેસમાં રહીને પાર્ટી પર પ્રહાર કરતા આચાર્ય પ્રમોદે કહ્યું કે, પાર્ટીમાં હોવાનો મતલબ એ નથી કે સત્ય ન બોલવું જોઈએ. સત્ય એ સત્ય છે અને અસત્ય એ અસત્ય કહેવાય છે. શું વંદે માતરમ, સનાતન ધર્મ અને દેશ વિશે વાત કરવાનો અર્થ ભાજપમાં જોડાવાનો છે? તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને ભગવાન રામ વિના આ દેશમાં લોકશાહીનો કોઈ અર્થ નથી.

આ પણ વાંચો----DELHI : પ્રદૂષણમાંથી માત્ર થોડા કલાકોની રાહત! નિષ્ણાંતે ફરીથી હવામાન ખરાબ થવાના કારણો ગણાવ્યા

Tags :
Advertisement

.