જુઓ બિપરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકસાનીના દ્રશ્યો
બિપરજોય વાવાઝોડાની મોટી આફતને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે.
ઉતર ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. અરવલ્લીમા ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતયા હતા. મોડાસામાં 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા જગ્યાએ બેનર અને વીજ પોલ પણ ધરાશાયી થયા છે.
રાજ્યમાં ગઈ કાલે આવેલા બિપરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે યાતાયાતમાં મુશ્કેલી આવી રહી છે.
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેક પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
થરાદમાં ભારે વરસાદ થતા 190 વીજપોલ ધરાશાયી થયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
દ્વારકામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. અનેક જગ્યાએ ખાણીપીણીના સ્ટોલ ધરાશાયી થયા હતા.
જામનગરમાંથી પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
ઓખામાં પણ વાવાઝોડાને કારણે ભારે નુકશાન જોવા મળ્યું હતું, અનેક ઘરના છાપરા ઉડી ગયા હતા.
ગીર સોમનાથમાં પણ વાવાઝોડાના કારણે નુકશાની થઈ છે. કોડીનારમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે.
આપણ વાંચો - વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં કેટલુ નુંકસાન થયું? સાંજ સુધીમાં રિપોર્ટ આપવા આદેશ