Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Saudi Arabia : હજયાત્રીઓ માટે આનંદો, આ તારીખથી શરુ થશે હજ, માર્ગદર્શિકા જાહેર કરાઈ...

સાઉદી અરેબિયા (Saudi Arabia)એ જણાવ્યું કે હજ 14 જૂનથી શરુ થશે. અધિકૃત સાઉદી પ્રેસ એજન્સી (SPA) એ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે નિર્ધારિત કર્યું છે કે, ઇસ્લામિક કેલેન્ડરનો 12 મો અને અંતિમ મહિનો ધુ અલ-હિજાહ શુક્રવારથી શરુ થશે. હજ ઇસ્લામના...
10:32 AM Jun 07, 2024 IST | Dhruv Parmar

સાઉદી અરેબિયા (Saudi Arabia)એ જણાવ્યું કે હજ 14 જૂનથી શરુ થશે. અધિકૃત સાઉદી પ્રેસ એજન્સી (SPA) એ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે નિર્ધારિત કર્યું છે કે, ઇસ્લામિક કેલેન્ડરનો 12 મો અને અંતિમ મહિનો ધુ અલ-હિજાહ શુક્રવારથી શરુ થશે. હજ ઇસ્લામના પાંચ પાયામાંથી એક છે. મુસ્લિમો માટે ઓછામાં ઓછું એકવાર હજ ફરજિયાત છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સાઉદી હજ અને ઉમરાહ પ્રધાન તૌફિક અલ-રાબિયાએ જણાવ્યું કે, "વિશ્વના વિવિધ દેશોમાંથી લગભગ 1.2 મિલિયન હજયાત્રીઓ' આ વર્ષની હજ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia) આવી ચૂક્યા છે.

જો નિયમોનો ભાગ કરશો તો...

હજ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia)એ આ વખતે એક નવી માર્ગદર્ષિકા બહાર પાડી છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)ના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, હજ દરમિયાન નિયમો તોડનારાઓને કડક સજા આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું છે કે, જો સાઉદી નાગરિકો, ત્યાંના રહેવાસીઓ અને હજ માટે જતા લોકો મક્કામાં હજના નિયમો અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેમણે $2,666 (2 લાખ 22 હજાર 651 રૂપિયા)નો દંડ ફત્કવામાં આવશે. સાઉદી અરેબિયા (Saudi Arabia)ની સત્તાવાર સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીએ માહિતી આપી છે કે મક્કામાં હજના નિયમોનું ઉલ્લંઘન કરનારા સાઉદી અરેબિયા (Saudi Arabia)માં રહેતા વિદેશીઓને સાઉદી અરેબિયા (Saudi Arabia)થી પરત મોકલવામાં આવશે.

આ હજ માટેની માર્ગદર્શિકા છે...

આ વર્ષે હજ 14-19 જૂન વચ્ચે કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)એ ગયા મહિને જ હજ સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી. હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું હતું કે તમામ હાજીઓએ નુસુક હજ પ્લેટફોર્મ પરથી હજ પરમિટ મેળવવી જરૂરી છે. પરમિટ વિના હજ કરવું ગેરકાયદેસર ગણવામાં આવશે.

હજની અન્ય શરતો...

હજ યાત્રાળુઓ માટે સામાન્ય શરતો

આ પણ વાંચો : વાહ રે China…જગવિખ્યાત વોટરફોલ પણ…..!

આ પણ વાંચો : Israel Attack On School: ગાઝામાં આવેલી એક શાળામાં ઈઝરાયેલ આર્મીનો 3 વાર હુમલો

આ પણ વાંચો : 2 વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન બન્યું મજબૂત, હુમલામાં રશિયાની ઓઈલ રિફાઈનરી અને ઈંધણના ડેપોને ઉડાવ્યું

Tags :
HajjHajj 2024hajj new ruleshajj rulesIslamKaabaMeccaMuslimSaudi ArabiaSaudi Arabia hajj
Next Article