US Parliamentમાં ટ્રાન્સજેન્ડર વુમન એમપી મુદ્દે સર્જાયો ચોંકાવનારો વિવાદ
- અમેરિકાની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મહિલા સારાહ મેકબ્રાઇડ ચૂંટાયા
- સારાહ મેકબ્રાઈડ ટ્રાન્સજેન્ડર મહિલા હોવાને લઈને યુએસ સંસદમાં વિવાદ
- રિપબ્લિકન પાર્ટીના સાંસદ નેન્સી મેસે સારાહ મેકબ્રાઇડને મહિલાઓના વોશરૂમનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો
- યુએસ હાઉસના સ્પીકર માઈક જોન્સને નેન્સી મેસના પ્રસ્તાવને સમર્થન આપ્યું
US Parliament : ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 જીતી ગયા છે. આ ચૂંટણીમાં કમલા હેરિસને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજી એક ખાસ વાત સામે આવી છે જ્યારે અમેરિકાની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવાર ચૂંટાયા હતા. ડેમોક્રેટ સારાહ મેકબ્રાઇડ એ ટ્રાન્સજેન્ડર મહિલા છે જેણે યુએસ સંસદ (US Parliament)ની ચૂંટણી જીતી છે. સારાનો જન્મ એક પુરુષ તરીકે થયો હતો, પરંતુ તેણે પોતાની જાતને એક સ્ત્રીમાં પરિવર્તિત કરી લીધી છે.
અમેરિકી સંસદમાં હંગામો
સારાહ મેકબ્રાઈડ ટ્રાન્સજેન્ડર મહિલા હોવાને લઈને યુએસ સંસદમાં વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદ એટલો વધી ગયો કે સંસદમાં આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો. રિપબ્લિકન પાર્ટીના સાંસદ નેન્સી મેસે સારાહ મેકબ્રાઇડને મહિલાઓના વોશરૂમનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. નેન્સી મેસે કહ્યું કે સારાહ મેકબ્રાઈડ મહિલા ટોયલેટનો ઉપયોગ ના કરી શકે કારણ કે તે અન્ય મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બે પાનાનો ઠરાવ
નેન્સી મેસે સારાહ મેકબ્રાઈડના વિરોધમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બે પાનાનો ઠરાવ પણ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં એવું લખવામાં આવ્યું હતું કે સંસદના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મૂળ લિંગ (જે લિંગમાં તેઓ જન્મ્યા છે) સિવાય અન્ય કોઈ શૌચાલયનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ સાથે પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પુરુષ તરીકે જન્મેલા લોકોને લેડીઝ ટોયલેટ અથવા ચેન્જિંગ રૂમમાં જવા દેવાથી મહિલાઓની સુરક્ષા જોખમમાં આવી શકે છે.
આ પણ વાંચો----અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો
સારાહ મેકબ્રાઇડની પ્રતિક્રિયા
સારાહ મેકબ્રાઇડે પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદે કહ્યું કે આ જમણેરી નેતાઓનું ષડયંત્ર છે જે લોકોને વાસ્તવિક મુદ્દાઓથી વાળવા માટે છે. આ સાથે સારાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર પાસે જે સમસ્યાઓ સાથે લોકો સતત સંઘર્ષ કરી રહ્યા છે તેનો ઉકેલ નથી.
વિવાદ બાદ શું નિર્ણય લીધો?
યુએસ હાઉસના સ્પીકર માઈક જોન્સને નેન્સી મેસના પ્રસ્તાવ પર વિચાર કરતી વખતે ટ્રાન્સજેન્ડર મહિલાઓ લેડીઝ ટોયલેટનો ઉપયોગ ન કરવાના વિચારને સમર્થન આપ્યું હતું. ગૃહના સ્પીકરે કહ્યું કે મહિલાઓ માટે પર્સનલ સ્પેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે માઈક જોન્સને કહ્યું કે આ પ્રતિબંધ કેપિટલ હિલથી સંસદ સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો----MPox વિરુદ્ધ WHO એ નવી Vaccine મંજૂર કરી