Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ પોલીસના નાકે દમ કરનાર સમડી અંતે પાંજરે પુરાઈ

અહેવાલ -રહીમ લાખાણી ,રાજકોટ  રાજકોટ શહેરના શિતલ પાર્ક ચોકથી બજરંગવાડી વિસ્તારમાં તેમજ જામનગર રોડની આસપાસમાં થયેલ ચેઇન સ્‍નેચીંગ ઘટનામાં સીસીટીવી ફૂટેજ ચકાસણી કરી હતી જેમાં કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર નંબર પ્‍લેટ વગરનું લઇ ઇસમ શંકાસ્‍પદ જણાઇ આવતા તેની વોચ ગોઠવી રાજકોટ...
05:02 PM May 01, 2023 IST | Hiren Dave

અહેવાલ -રહીમ લાખાણી ,રાજકોટ 

રાજકોટ શહેરના શિતલ પાર્ક ચોકથી બજરંગવાડી વિસ્તારમાં તેમજ જામનગર રોડની આસપાસમાં થયેલ ચેઇન સ્‍નેચીંગ ઘટનામાં સીસીટીવી ફૂટેજ ચકાસણી કરી હતી જેમાં કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર નંબર પ્‍લેટ વગરનું લઇ ઇસમ શંકાસ્‍પદ જણાઇ આવતા તેની વોચ ગોઠવી રાજકોટ શહેર એલસીબી ઝોન 2 ટીમે ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પ્રેસ કોલોની પાસેથી આસીફ વલીભાઇ ખેરાણી (ઉ.વ.34) તથા ગોવિંદ કુંવરજીભાઇ ધામેચા (ઉ.વ.45) ને ઝડપી પાડી તેની પૂછ પરછ કરી જોકે પ્રથમ તો ચિલઝડપ નો ઇનકાર કર્યો હતો.. જોકે બાદમાં પોલીસ પૂરતા પુરાવા મળતા પોલીસે આગવી ઢબે પુછપરછ હાથ ધરી જેમાં કુલ 13 ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપી..ચિલઝડપ માં ગયેલ 6.10 લાખના મુદામાલ સાથે આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પકડાયેલ બન્ને શખ્‍સો પાસેથી એક સોનાનો ચેઇન આશરે વજન 10 ગ્રામ છે. કિ.રૂ. 30,000, અલગ-અલગ વજનના સોનાના ઢાળીયા નંગ 8 જેનુ આશરે વજન 113.2 ગ્રામ કિંમત રૂ. 5.30 લાખ, એક સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટર સાયકલ કિંમત રૂ. 40,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂ. 10,000 કબ્‍જે કર્યો હતો.

બન્ને શખ્સોએ કબૂલાત કરેલ ગુનાની વિગત

આરોપીની શું છે એમો
જામનગર ના ધ્રોલના લૈયારા થી ચિલઝડપ કરવા આવતા હતા..પકડાયેલ આરોપી આસીફ ચીલઝડપ કરતા પહેલા આજુબાજુના વિસ્‍તારની રેકી કરતો જેમાં ખાસ કરીને અંધારૂ તેમજ અવાવરૂ જગ્‍યા જયાં ખાસ કરીને ઓછા વ્‍યકિતઓની અવર જવર હોય અને સીસીટીવી કેમેરા ન હોય કે અન્‍ય કોઇ ઓળખ ના થઇ શકે તેવી જગ્‍યાનો અગાઉ રેકી કરી બાદ આ સમયગાળામાં બીજા દિવસે મોટર સાયકલ અથવા વાહનમાં નિકળતા કપલ કે જેઓ ચીલઝડપ કર્યા બાદ તેનો પીછો ન કરી શકે તેવી જગ્‍યાની શોધ કરી આસાનીથી પોતાના ગામ તરફ જઇ શકે તેવા હાઇવે તેમજ રોડના આજુ બાજુના વિસ્‍તારનો ઉપયોગ કરતો બાદ આરોપી પોતાના સહ આરોપી સાથે મળી પોતે કરેલ ચીલઝડપમાં મેળવેલ સોનાના દાગીના તાત્‍કાલીક ઢાળીયો બનાવી વહેંચી દેતો હતો.

આરોપી આસીફ મચ્‍છીના કોન્‍ટ્રાકટનો વ્‍યવસાય કરે છે. પરંતુ ધંધામાં નુકશાની જતા ગુન્‍હાખોરીના રવાડે ચડયો હતો. ચીલઝડપ કર્યા બાદ સોનાનો ચેઇન ગોવિંદને આપી દેતો હતો જે સોનુ ઓગાળી ઢાળીયો બનાવી તુર્ત જ વેચી દેતો હતો.

આ પણ  વાંચો - રાજમાતા એ વિકાસ ની વાતો કરનાર. તંત્ર ને આડે હાથ લીધુ….

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
finally ended cagepoliceRAJKOTrajkot policeSamadisuffocated
Next Article