Sabarkantha Bank Election : બે ઉમેદવારી પત્રો રદ થવા મામલે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ
સાબરકાંઠાના પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને અરવલ્લીના માલપુર બેઠક પર ચૂંટણી લડવા માંગતા ત્રણ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થતા હાઈકોર્ટમાં દાદ માંગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ
સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ મુદત બાદ 18 બેઠકો પૈકી 12 બેઠકોના ઉમેદવારો બિન હરીફ થયા છે. જયારે 6 બેઠકો પર ચૂંટણી યોજાવાની તૈયારી થઈ ચૂકી છે. બે ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થવાના મામલે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ આવ્યુ છે. જયારે ત્રણ નારાજ ઉમેદવારો હાઈકોર્ટમાં જતા બેંકની ચૂંટણીનું સમગ્ર કોકળુ ગુંચવાતા સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
6 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાની અગ્રીમ હરોળની સંયુકત સહકારી બેંક ગણાતી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા બાદ રીઝર્વ બેંકના 8 વર્ષના પરીપત્રને પગલે 10 ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થઈ ગયા હતા. બેંકની 18 બેઠકો પૈકી 12 બેઠકો પર ઉમેદવારો બિન હરીફ થતા હવે બાકીની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. સાબરકાંઠાના પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને અરવલ્લીના માલપુર બેઠક પર ચૂંટણી લડવા માંગતા ત્રણ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થતા હાઈકોર્ટમાં દાદ માંગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
12 બેઠકો પર ઉમેદવારોની બિન હરીફ વરણી
18 પૈકી 12 બેઠકો પર ઉમેદવારોની બિન હરીફ વરણી થઈ છે જેમાં હિંમતનગર બેઠકમાં ઉમેદવારો વચ્ચે કોઈ સમાધાન ન સધાતા કોકળુ ગુંચવાયુ છે. તો બીજી તરફ સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જે 10 ઉમેદવારોના ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. તે પૈકીના એક નારાજ ઉમેદવારે હાઈકોર્ટમાં દાદ માંગી હોવાનું જાણવા મળ્યુ છે. હાઈકોર્ટ દ્વારા બેંકના ચૂંટણી અધિકારીને ગુરૂવારે નોટીસ પાઠવાઈ હતી જેમાં તા. 10 જુલાઈના રોજ ચૂંટણી લક્ષી દસ્તાવેજો સાથે હાજર રહેવા ફરમાન કરાતા બેંકની આ ચૂંટણીનું કોકળુ ગુંચવાયુ છે. સાબરકાંઠા બેંકની આ વખતની ચૂંટણી પ્રથમવાર દિલચસ્પ બની રહ્યાનું જોવા મળ્યુ છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો : Surat News : વૃદ્ધ બાની મદદે આવી સુરત પોલીસ, આશ્રમમાં આશરો અપાવ્યો