S Jaishankar: વિદેશ મંત્રીનો માસ્ટર સ્ટ્રોક, લાઓસમાંથી 17 ભારતીયોને પાછા ભારત લાવવામાં આવ્યા
S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે વિદેશ નીતિમાં માહિર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કહ્યું કે, લાઓસમાંથી 17 ભારતીયોને પાછા સ્વેદેશ લાવી દેવામાં આવ્યા છે. તેઓને ત્યારે છેતરપિંડીથી ગેરકાયદેસર પ્રવૃતિમાં જોડવામાં આવ્યાં હતા. ઘણા સમયથી આ ભારતીયો ત્યા ફેસાયેલા હતા તો. નોંધનીય છે કે, આ મામલે મદદ કરવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) એ લાઓસમાં સ્થિત ભારતીય દૂતાવાસના ખુબ વખાણ કર્યા હતા.
વિદેશ મંત્રીએ લાઓસમાં સ્થિત ભારતીય દૂતાવાસના વખાણ કર્યા
ઉલ્લેખનીય છે કે, એસ જયશંકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કહ્યું કે, ‘મોદીની ગેરંટી દેશમાં અને વિદેશમાં દરેક જગ્યાએ કામ કરી રહીં છે. લાઓસમાં ગેરકાયદેસર અને જોખમી કામમાં છેતરાયેલા 17 ભારતીય કામદારો સ્વદેશ પરત ફરી રહ્યા છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘લાઓસમાં ભારતીય દુતાવાસ ખુબ જ સારી રીતે કામ કરે છે. અમારા સુરક્ષિત વળતરમાં તમારી સહાય માટે લાઓ સત્તાવાળાઓનો આભાર.’
વિદેશ મંત્રાલયે પહેલા પણ આપી હતી ચેતાવણી
વિદેશ મંત્રાલયે ગુરૂવારે ભારતીય નાગરિકોનો કંબોડિયામાં નોકરીની આકર્ષક તકોનું વચન આપતા માનવ તસ્કરોનો શિકાર ન થવા સામે ચેતવણી આપી હતી. મંત્રાલયે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશમાં નોકરીની તકો શોધી રહેલા ભારતીયોને સંભવિત એમ્પ્લોયરની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવા માટે એક સલાહકાર જારી કર્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, એવી વિગતો સામે આવી હતી કે, કંબોડિયામાં નોકરીની આકર્ષક તકોના ખોટા વચનોથી આકર્ષિત થઈને ભારતીય નાગરિકો માનવ તસ્કરોની જાળમાં ફસાઈ રહ્યા છે.”
કતારમાંથી પણ ભારતીયોને પાછા લાવ્યા હતા
વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) અત્યારે પોતાના કાર્યો માટે ખુબ જ જાણીતા છે. કારણે કે, બીજેપીના સત્તામાં આવ્યા બાદ એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા છે અને ત્યારે તેમણે વિશ્વ કક્ષાએ ભારતને અલગ ઓળખ અપાવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પહેલા કતારમાંથી પણ ભારતીયોને પાછા લાવ્યા હતા.