Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sex Permission માટે પુતિનની મંજૂરી, બાળક પેદા કરો અને લઇ જાવ 9.40 લાખ

લંચના સમયે અથવા વિરામ દરમિયાન તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધો બનાવો અને બાળકો પેદા કરો 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને તેમના પ્રથમ બાળકના જન્મ પર 1.02 લાખ રુબેલ્સ (રૂ. 9.40 લાખ) આપવામાં આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સરકારના નિર્ણયનો...
sex permission માટે પુતિનની મંજૂરી  બાળક પેદા કરો અને લઇ જાવ 9 40 લાખ
  • લંચના સમયે અથવા વિરામ દરમિયાન તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધો બનાવો અને બાળકો પેદા કરો
  • 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને તેમના પ્રથમ બાળકના જન્મ પર 1.02 લાખ રુબેલ્સ (રૂ. 9.40 લાખ) આપવામાં આવશે
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સરકારના નિર્ણયનો અમલ કરતો આદેશ જારી કર્યો
  • આ નિર્ણય ઘટી રહેલા જન્મ દરને વેગ આપવા માટે લેવામાં આવ્યો
  • શિયામાં વર્તમાન જન્મ દર સ્ત્રી દીઠ 1.5 બાળકો છે

Sex Permission : યુવાનો, લંચના સમયે અથવા વિરામ દરમિયાન તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધો બનાવો અને બાળકો પેદા કરો.... 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને તેમના પ્રથમ બાળકના જન્મ પર 1.02 લાખ રુબેલ્સ (રૂ. 9.40 લાખ) આપવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સરકારના નિર્ણયનો અમલ કરતો આદેશ જારી (Sex Permission) કર્યો હતો. આ નિર્ણય ઘટી રહેલા જન્મ દરને વેગ આપવા માટે લેવામાં આવ્યો છે. કારણ કે હાલમાં રશિયામાં વર્તમાન જન્મ દર સ્ત્રી દીઠ 1.5 બાળકો છે, જ્યારે વસ્તી દર વધારવા માટે તે 2.1 હોવો જોઈએ. યુક્રેન સાથેના યુદ્ધને કારણે દેશની વસ્તીમાં પણ ઘટાડો થયો છે. લગભગ 10 લાખ યુવાનો દેશ છોડીને ભાગી ગયા છે. તેથી પુતિન સરકારે નિર્ણય લીધો.

Advertisement

દેશના વિકાસ અને સારા ભવિષ્ય માટે સહયોગની અપીલ

આદેશ જારી કરતી વખતે, રશિયાના આરોગ્ય પ્રધાન ડૉ. યેવજેની શેસ્તોપાલોવે યુવાનોને દેશના જન્મ દર વધારવામાં સહકાર આપવા અપીલ કરી હતી, કારણ કે કોઈપણ દેશનું ભવિષ્ય તે દેશનો પ્રજનન દર નક્કી કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જન્મ દર ઘટી રહ્યો છે, તેથી યુવાનોને અપીલ છે કે તેઓ કામ કરતી વખતે અથવા વ્યવસાય કરતી વખતે બ્રેક દરમિયાન તેમના પાર્ટનર સાથે સેક્સ માણે. કોઈ બહાનું કે કામ સંતાનપ્રાપ્તિમાં ન આવવું જોઈએ, બલ્કે પરિવારને આગળ લઈ જવા અને દેશના વિકાસ અને ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. આ ખૂબ જ સારી તક છે અને સરકાર આ માટે તમને આર્થિક મદદ પણ કરશે. આ રાષ્ટ્રીય મહત્વની બાબત છે અને દેશની જનતાની ફરજ પણ છે.

Advertisement

આ પણ વાંચો----Kadambari Jethwani કોણ છે? જેને 3 IPS એ મળી 40 દિવસ માટે કેદ કરી!

પુતિન સરકારે પહેલાથી જ ઘણા પગલાં લીધાં છે

તમને જણાવી દઈએ કે રશિયાની પુતિન સરકારે જન્મ દર વધારવા માટે પહેલાથી જ ઘણા પગલા લીધા છે. ઉદાહરણ તરીકે, મોસ્કોમાં, 18 થી 40 વર્ષની વયની સ્ત્રીઓને મફત ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એમપી તાત્યાના બુટસ્કાયાએ એક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે જેના હેઠળ કંપનીઓને તેમની મહિલા કર્મચારીઓને બાળકો માટે પ્રોત્સાહિત કરવા સૂચના આપવામાં આવશે. આ માટે તેઓ પ્રોત્સાહક યોજનાઓ લાગુ કરી શકે છે. ચેલ્યાબિન્સ્ક શહેરમાં 24 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને તેમના પ્રથમ બાળકના જન્મ પર 8500 પાઉન્ડ આપવામાં આવશે. રશિયામાં ગર્ભપાત પર પ્રતિબંધ છે. પતિ-પત્ની વચ્ચેના વિચ્છેદને સમાપ્ત કરવા માટે છૂટાછેડાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

2024ના પહેલા છ મહિનામાં રશિયાનો જન્મ દર છેલ્લા 25 વર્ષમાં સૌથી નીચો

અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર 2024માં રશિયન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, 2024ના પહેલા છ મહિનામાં રશિયાનો જન્મ દર છેલ્લા 25 વર્ષમાં સૌથી નીચો હતો. જૂનમાં પ્રથમ વખત જન્મ દર એક લાખથી નીચે ગયો હતો. રશિયામાં જાન્યુઆરી 2024થી જૂન 2024 વચ્ચેના 6 મહિનામાં 599600 બાળકોનો જન્મ થયો હતો. આ સંખ્યા 2023 કરતા 16000 ઓછી છે. ગયા વર્ષની સરખામણીમાં વર્ષ 2024માં અત્યાર સુધીમાં 49,000 વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો---લગ્નના 40 દિવસ બાદ પત્નીએ માગ્યા છૂટાછેડા, પતિની આ ખરાબ આદતોથી

Tags :
Advertisement

.