Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia એ મિસાઇલોનો વરસાદ કર્યો, 100 થી વધુ ડ્રોન હુમલા કર્યા, Ukraine ધ્રૂજ્યું...

રશિયા અને યુક્રેન યુદ્ધ હજુ પણ યથાવત રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલોનો વરસાદ યુક્રેનના ઉર્જા ક્ષેત્રને થયું નુકસાન રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) પર જોરદાર હુમલો કર્યો છે. યુક્રેન (Ukraine)ના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સોમવારે રશિયા (Russia)ના તેમના દેશ પર રાતોરાત...
russia એ મિસાઇલોનો વરસાદ કર્યો  100 થી વધુ ડ્રોન હુમલા કર્યા  ukraine ધ્રૂજ્યું
  1. રશિયા અને યુક્રેન યુદ્ધ હજુ પણ યથાવત
  2. રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલોનો વરસાદ
  3. યુક્રેનના ઉર્જા ક્ષેત્રને થયું નુકસાન

રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) પર જોરદાર હુમલો કર્યો છે. યુક્રેન (Ukraine)ના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સોમવારે રશિયા (Russia)ના તેમના દેશ પર રાતોરાત અને સવારના હુમલાની નિંદા કરી હતી. ઝેલેન્સકીએ રશિયા (Russia)ના હુમલાઓને "ધિક્કારપાત્ર" ગણાવ્યા અને કહ્યું કે વિવિધ પ્રકારની 100 થી વધુ મિસાઇલો અને લગભગ 100 "શાહિદ" ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુક્રેનિયન નેતાએ કહ્યું કે "કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે" અને ઘણા લોકો ઘાયલ થયા છે.

Advertisement

યુક્રેનના ઉર્જા ક્ષેત્રને નુકસાન થયું હતું...

રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ પુષ્ટિ કરી કે રશિયન હુમલાથી યુક્રેન (Ukraine)ના ઉર્જા ક્ષેત્રને "નોંધપાત્ર નુકસાન" થયું છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, "આ રશિયા (Russia)ના અગાઉના હુમલાઓ જેટલું જ ધિક્કારપાત્ર હતું, જેણે ગંભીર નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું." ખાર્કિવ અને કિવથી લઈને ઓડેસા અને આપણા પશ્ચિમી પ્રદેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા."

Advertisement

આ પણ વાંચો : Cloud Burst : Jammu and Kashmir માં વાદળ ફાટ્યું, બે બાળકો સાથે માતા તણાઈ, Video Viral

આ સૌથી મોટો હુમલો છે...

છેલ્લા કેટલાક સપ્તાહમાં રશિયા (Russia) તરફથી આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. રશિયા (Russia) દ્વારા કરવામાં આવેલા હુમલાનો હેતુ યુક્રેન (Ukraine)માં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો હતો. રશિયન હુમલાઓને કારણે રાજધાની કિવમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

Advertisement

આ પણ વાંચો : BJP એ Jammu and Kashmir ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો કોના નામ સામેલ...

યુક્રેનનો ડ્રોન હુમલો...

આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે યુક્રેને (Ukraine) રશિયા (Russia)ના સારાટોવમાં 38 માળની ઈમારત પર ડ્રોન વડે હુમલો કર્યો છે. જે ઈમારત પર હુમલો થયો તે શહેરની સૌથી ઊંચી ઈમારત છે. યુક્રેન (Ukraine)ના આ હુમલા બાદ હંગામો મચી ગયો હતો. રશિયા (Russia)ના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સારાટોવ ક્ષેત્રમાં નવ ડ્રોનનો નાશ કર્યો છે. યુક્રેનમાં ડ્રોન હુમલા વચ્ચે સારાટોવ એરપોર્ટ પર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kangana Ranaut ને કડક સૂચના, BJP એ કહ્યું- પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી નથી

Tags :
Advertisement

.