Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

War: રશિયાનો સૌથી મોટો હુમલો, લોકો જીવ બચાવવા....

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર થયું રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન હુમલો કર્યો હવે આ યુદ્ધ મોટું સ્વરૂપ લઈ શકે અનેક શહેરમાં વિસ્ફોટના અવાજ લોકો અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને બંકરોમાં છુપાઇ ગયા War: રશિયા...
war  રશિયાનો સૌથી મોટો હુમલો  લોકો જીવ બચાવવા
  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર થયું
  • રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન હુમલો કર્યો
  • હવે આ યુદ્ધ મોટું સ્વરૂપ લઈ શકે
  • અનેક શહેરમાં વિસ્ફોટના અવાજ
  • લોકો અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને બંકરોમાં છુપાઇ ગયા

War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (War)વધુ ઉગ્ર થતું જોવા મળી રહ્યું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન હુમલો કર્યો છે. આ પહેલા યુક્રેનની સેના દ્વારા પણ રશિયા પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાના સારાટોવમાં ડ્રોન એક ઈમારતને અથડાતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રશિયા પર યુક્રેનનો હુમલો 9/11 જેવો છે. બીજી તરફ, હવે કિવમાં ઘણા વિસ્ફોટ સાંભળવા મળ્યા છે. માનવામાં આવે છે કે હવે આ યુદ્ધ મોટું સ્વરૂપ લઈ શકે છે.

Advertisement

રશિયાએ કિવ પર અનેક મિસાઈલ હુમલા કર્યા

યુક્રેન પર રશિયાના મોટા હુમલા બાદ નીપ્રો સહિત અનેક શહેરોમાં વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ કિવ પર અનેક મિસાઈલ હુમલા કર્યા છે. આ શહેરોમાં સામાન્ય લોકો અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને બંકરોમાં છુપાઇ ગયા છે.

આ પણ વાંચો---Breaking News : રશિયામાં 9/11 જેવો હુમલો..

Advertisement

અનેક શહેરમાં વિસ્ફોટના અવાજ

રશિયા તરફથી યુક્રેનના શહેરો પર મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. આજે કિવ, ખાર્કીવ, ઓડેસા, વિનીતસિયા, ઝાપોરિઝિયા, ક્રેમેન્ચુક, ડીનીપ્રો, ખ્મેલનીત્સ્કી, ક્રોપિવનીત્સ્કી, લુત્સ્ક અને ક્રીવી રીહમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.

Advertisement

રહેણાંક વિસ્તારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન

રશિયાએ યુદ્ધ શરૂ થયા પછી કિવ પર તેનો સૌથી મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો, આ મહિને રાજધાની પર સાતમો હુમલો કરાયો હતો. રહેણાંક વિસ્તારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હોવા છતાં, હજુ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા

રશિયન અધિકારીઓ અને સમાચાર એજન્સીઓ કહે છે કે સોમવારે યુક્રેનિયન ડ્રોનના પરિણામે રશિયન શહેર સારાટોવમાં ઘરોને નુકસાન થયું હતું અને ત્યારબાદ ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઈ છે.

આ પણ વાંચો----ત્રીજા વિશ્વ યુદ્ધનું ફૂંકાઈ ગયું બિગુલ? HEZBOLLAH ના ઘાતક હુમલાથી ISRAEL માં EMERGENCY જાહેર!

Tags :
Advertisement

.