ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશિયાએ ભારતને આપી ધમકી!, જો FATF ની લીસ્ટમાં નામ આવશે તો સંબંધોનો થશે અંત...

યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયાએ કહ્યું છે કે જો ભારત રશિયાને FATF ની 'બ્લેક લિસ્ટ' અથવા 'ગ્રે લિસ્ટ'માં સામેલ થવાથી...
03:15 PM May 24, 2023 IST | Dhruv Parmar

યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયાએ કહ્યું છે કે જો ભારત રશિયાને FATF ની 'બ્લેક લિસ્ટ' અથવા 'ગ્રે લિસ્ટ'માં સામેલ થવાથી નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઉર્જા સોદાને સમાપ્ત કરી દેશે.

FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. FATF ની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે અને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવે છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને FATF લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધને કારણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જૂનમાં રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોતાને આર્થિક અલગતાથી બચાવવા માટે ભારતને સંરક્ષણ અને ઉર્જા સોદા ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે.

FATF એ ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. રશિયાની સદસ્યતા રદ કરતી વખતે FATF એ કહ્યું હતું કે, યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી FATF ના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ અને ઉશ્કેરણીજનક છે. FATF સભ્યપદ રદ થયા બાદથી રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.

રશિયાની ચેતવણી

રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં એક રશિયન રાજ્ય એજન્સીએ ભારતીય સમકક્ષને ચેતવણી આપી હતી કે, જો FATF રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરે છે, તો તેના ઉર્જા, સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રે ખૂબ જ ગંભીર પરિણામો આવશે. રશિયન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, "આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. આ રશિયા તરફથી અણધાર્યા અને નકારાત્મક પરિણામો વિશે એક પ્રકારની ચેતવણી છે."

રશિયન એજન્સીએ ભારતને FATF ના આ પગલાને રાજકીય અને ગેરકાયદેસર ગણાવી તેનો વિરોધ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, જો રશિયાને પણ ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે તો તે ભારત માટે મુશ્કેલીઓનું કારણ બનશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતે આ ચેતવણીઓનો જવાબ આપ્યો છે કે નહીં. આ સિવાય રશિયા કે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં ભારતનો રાજદંડ સામે આવશે, જાણો આઝાદીના પ્રતિક ‘સેંગોલ’નું શું છે રહસ્ય

Tags :
IndiaNarendra ModiPMrussiaRussia-Ukraine-WarukraineVladimir Putinworld
Next Article