Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક વર્ષ સુધી સંઘર્ષ બાદ રશિયાએ બખ્મુત શહેર પર કબજાનો કર્યો દાવો, યુક્રેને કહ્યું લડાઈ હજુ ચાલુ છે

  રશિયા અને યુક્રેન વચ્ચે 15 મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર કબજો જમાવ્યો ત્યારે યુક્રેનની સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો. દરમિયાન રશિયન સેનાએ શનિવારે પૂર્વ યુક્રેનિયન શહેર બખ્મુત પર સંપૂર્ણ નિયંત્રણનો દાવો...
એક વર્ષ સુધી સંઘર્ષ બાદ રશિયાએ બખ્મુત શહેર પર કબજાનો કર્યો દાવો  યુક્રેને કહ્યું  લડાઈ હજુ ચાલુ છે

Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે 15 મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર કબજો જમાવ્યો ત્યારે યુક્રેનની સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો. દરમિયાન રશિયન સેનાએ શનિવારે પૂર્વ યુક્રેનિયન શહેર બખ્મુત પર સંપૂર્ણ નિયંત્રણનો દાવો કર્યો હતો. જોકે, યુક્રેને રશિયન સેનાના આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે હજુ પણ લડાઈ ચાલી રહી છે, અમારા સૈનિકો લડી રહ્યા છે.

રશિયાના અંગત સૈન્ય વડાએ કર્યો દાવો
રશિયાના અંગત સૈન્યના વડા વેગનેરે શનિવારે દાવો કર્યો હતો કે તેમણે રશિયા-યુક્રેન યુદ્ધની સૌથી લાંબી અને અઘરી લડાઈ બાદ બખ્મુત શહેર પર કબજો મેળવી લીધો છે, આ દાવાને યુક્રેનિયન સંરક્ષણ અધિકારીઓએ નકારી કાઢ્યો હતો. બખ્મુતમાં એક વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મોસ્કો અને કિવ બંનેને ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.

Advertisement

હાલમાં ઝેલેન્સ્કી G7ની સમિટમાં હાજરી આપવા ગયા છે
હાલમાં રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી જાપાનમાં G7 સમિટમાં હાજરી આપી રહ્યા છે, તે દરમિયાન વેગનરે બખ્મુત પર કબજો કરવાની જાહેરાત કરી છે. એક વીડિયોમાં વેગનરના વડા યેવજેની પ્રિગોઝિને જણાવ્યું હતું કે શનિવારે બપોરના સમયે શહેર સંપૂર્ણ રશિયન નિયંત્રણ હેઠળ આવ્યું હતું. અમારા લડવૈયાઓએ બખ્મુતની જમીન પર રશિયન ધ્વજ લહેરાવ્યો હતો.

પુટિને અભિનંદન પાઠવ્યા હતા
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને પૂર્વીય યુક્રેન પર કબજો કર્યા બાદ વેગનરની ખાનગી સેના અને રશિયન સૈનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા છે. ક્રેમલિનની પ્રેસ ઓફિસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્લાદિમીર પુટિને વેગનર એસોલ્ટ ટીમો તેમજ જરૂરી સહાય પૂરી પાડનાર તમામ રશિયન સૈનિકોને અભિનંદન આપ્યા હતા.

Advertisement

આપણ  વાંચો- શું RUSSIA UKRAINE WAR માં ભારત બનશે મધ્યસ્થી? ZELENSKYY સાથેની મુલાકાતમાં શું બોલ્યા PM મોદી

Tags :
Advertisement

.