આપણે ઓછામાં ઓછા 2 બાળકોને જન્મ આપવો જોઈએ : RSS Chief Mohan Bhagwat
- Population growth દર 2.1 થી નીચે આવે તો સમાજ ખતમ થઈ જાય
- વસ્તીનો વિકાસ સમાજની સ્થિરતા અને પ્રગતિ સુનિશ્ચિત કરે છે
- ભવિષ્ય માટે યોગ્ય Population growth દર જાળવવો મહત્વપૂર્ણ છે
RSS Chief Mohan Bhagwat : ગત મહિનાઓમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જન્મદરનું ઘટતું પ્રમાણ જોવા મળી રહ્યું હતું. તેના કારણે અનેક મોરચાઓના અગ્રણીઓએ એક ખાસ મુહિમ શરૂ કરી છે. તેના અંતર્ગત હવે તેઓ વિવિધ માધ્યમથી દરકે હિન્દુઓને ઓછામાં ઓછા બે 2 બાળકોને જન્મ આપવા માટેનો આગ્રહ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારનું એક નિવેદન દેશ સહિત દુનિયાની સૌથી મોટો એક મહાસંઘના પ્રમુખે પણ આજરોજ એક જનસભાના માધ્યમથી હિન્દુઓને પાઠવ્યું છે.
Population growth દર 2.1 થી નીચે આવે તો સમાજ ખતમ થઈ જાય
એક અહેવાલ અનુસાર, દેશના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક Mohan Bhagwat એ તાજેતરમાં નાગપુરમાં એક જનસભામાં હાજર આપી હીત. ત્યારે Mohan Bhagwat એ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તેમાં તેમણે એક ખાસ વિષય પર પોતાના સૂચનો નાગરિકોને પાઠવ્યા હતા. તો જનસભાના માધ્યમથી Mohan Bhagwat એ જણાવ્યું હતું કે, વસ્તીમાં ઘટાડો સમાજ માટે ચિંતાજનક છે. જો Population growth દર 2.1 કરતા ઓછો થઈ જાય, તો સમાજનું પતન નિશ્ચિત છે અને તેને નષ્ટ કરવા માટે કોઈ બાહ્ય શક્તિની જરૂર નથી. વિજ્ઞાન માને છે કે Population growth દર 2.1 થી નીચે આવે તો તે સમાજ આપોઆપ ખતમ થઈ જાય છે.
આ પણ વાંચો: Cyclone Fengal ના કારણે વિમાનને ક્રેશ થતા કંઈક આ રીતે બચાવ્યું
ભવિષ્ય માટે યોગ્ય Population growth દર જાળવવો મહત્વપૂર્ણ છે
ઉદાહરણ આપતાં Mohan Bhagwat એ કહ્યું કે આ કારણે ઘણી ભાષાઓ અને સમાજનો અંત આવ્યો છે. વર્ષ 2000 ની આસપાસ ભારતની વસ્તી નીતિ નક્કી કરવામાં આવી હતી. જેમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેશનો Population growth દર 2.1 હોવો જોઈએ. માનવ જન્મ દર 1 પર ન રાખી શકાય, તેથી ઓછામાં ઓછા 2 અથવા 3 બાળકોનો જન્મ થવો જોઈએ. દેશના ભવિષ્ય માટે યોગ્ય Population growth દર જાળવવો મહત્વપૂર્ણ છે.
વસ્તીનો વિકાસ સમાજની સ્થિરતા અને પ્રગતિ સુનિશ્ચિત કરે છે
Mohan Bhagwatનું નિવેદન સમાજમાં વસ્તી નીતિ વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ છે. જેથી આવનારી પેઢીઓ માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય. આ સંબોધન દ્વારા સંઘપ્રમુખે સંદેશ આપ્યો હતો કે વસ્તીનો સંતુલિત વિકાસ સમાજની સ્થિરતા અને પ્રગતિ સુનિશ્ચિત કરે છે. Population growth દરમાં ઘટાડો માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ નુકસાનકારક હોઈ શકે છે અને તે આપણા દેશના ભવિષ્યને અસર કરી શકે છે.
આ પણ વાંચો: Waqf Board ની મનમાની વિરુદ્ધ દેશમાં આ રાજ્યે કરી પ્રથમ લલકાર