ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CSK ને નંબર વનની રેસમાંથી બહાર કરવા RR આજે ઉતરશે મેદાને

IPL 2023 ની 37 મી મેચ આજે ગુરુવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા જ્યા ધોનીની કેપ્ટન્શીપવાળી ટીમ CSK...
02:44 PM Apr 27, 2023 IST | Hardik Shah

IPL 2023 ની 37 મી મેચ આજે ગુરુવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા જ્યા ધોનીની કેપ્ટન્શીપવાળી ટીમ CSK કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને રાજસ્થાન સામે રમશે. તો બીજી તરફ સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ RR રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારીને આજે ચેન્નઈ સામે રમશે. બંને ટીમોના પોઈન્ટ ટેબલમાં સ્થાન વિશે વાત કરીએ તો, CSK નંબર 1 પર છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ત્રીજા નંબર પર છે.

RR જીત સાથે ટેબલ ટોપર બની શકે છે

IPL 2023 ની 37મી મેચમાં ધોની બ્રિગેડની નજર રાજસ્થાન સાથે હિસાબ બરોબર કરવા પર રહેશે. IPL 2023 માં આ બંને ટીમ બીજી વખત આમને-સામને આવી રહી છે. છેલ્લી વખત જ્યારે આ બંને ટીમ ચેપોકમાં મળી હતી ત્યારે રાજસ્થાને ચેન્નાઈના કિલ્લાને તોડ્યો હતો. વળી, આ મેચ પોઈન્ટ ટેબલના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. જો CSK આ મેચ જીતે છે, તો તે પ્લેઓફ તરફ વધુ એક પગલું ભરશે, જ્યારે રાજસ્થાન જીત સાથે ટેબલ ટોપર બની શકે છે. જો આપણે IPL 2023 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો જાણવા મળે છે કે, ભલે ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં નંબર વનની ખુરશી પર કબજો જમાવી રહી છે અને રાજસ્થાન રોયલ્સ ટીમ ત્રીજા નંબર પર છે, પરંતુ આજની મેચ બાદ આ પોઈન્ટ ટેબલ પણ બદલાઈ શકે છે. જ્યારે એમએસ ધોનીની ટીમ વધુ એક મેચ જીતીને પ્લેઓફની નજીક જવા માંગે છે, ત્યારે રાજસ્થાન રોયલ્સ છેલ્લી બે મેચમાં તૂટી ગયેલી જીતનો સિલસિલો ફરી શરૂ કરવાનો પ્રયાસ કરશે. દરમિયાન, સવાલ એ છે કે એમએસ ધોની આજે કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો છે?

સવાઈ માનસિંહ સ્ટેડિયમ ધોની માટે રહ્યું છે ખાસ

જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ મહેન્દ્ર સિંહ ધોની માટે ક્રિકેટ કરિયરમાં ખાસ રહ્યું છે. આ મેદાનમાં ધોની અણનમ 183 રનની ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો અને તે પછી જે થયું તે કોઈનાથી છુપાયેલું નથી. જ્યાં સુધી IPL ની વાત છે તો અહીં રાજસ્થાનનો હંમેશા દબદબો રહ્યો છે. આ મેદાન પર રાજસ્થાનનો સર્વોચ્ચ સ્કોર 197 રન હતો. તેણે આ કારનામું બે વખત કર્યું છે. ચેન્નાઈએ 2011 માં 196 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને 63 રનથી હરાવ્યું હતું. આ મેદાન પર 2008માં ચેન્નઈનો ન્યૂનતમ સ્કોર 109 રન છે. જેમાં રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેદાન પર IPL માં અત્યાર સુધી જો કોઈ ખેલાડીએ સૌથી વધુ બેટે હલ્લા બોલ કર્યું હોય તો તે અજિંક્ય રહાણે છે. રહાણેએ આ મેદાનમાં કુલ 1100 રન બનાવ્યા છે, જેમાં 105 રનની ઈનિંગ સામેલ છે. તે આ મેદાન પર ટોપ સ્કોરર છે.

RR vs CSK: હેડ ટુ હેડ રેકોર્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 મેચ જીતી છે અને રાજસ્થાન રોયલ્સે 12 મેચ જીતી છે. ખાસ વાત એ છે કે આ બંને ટીમો વચ્ચે IPL ઈતિહાસની પ્રથમ ફાઈનલ મેચ રમાઈ હતી. જ્યાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો.

RR vs CSK પિચ રિપોર્ટ: જયપુર પિચ કેવી છે?
સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 48 IPL મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 16 માં જીત મેળવી છે, જ્યારે બીજી ઈનિંગમાં રમી રહેલી ટીમોએ 32 માં જીત મેળવી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ બોલરોની તરફેણ કરે છે. પિચ પરનું આછું લીલું ઘાસ ઝડપી બોલરોને મદદ કરે છે. પિચ પર વધુ ઝડપે બોલ ફેંકવાથી વધુ ફાયદો થાય છે. આવી સ્થિતિમાં બંને ટીમના ફાસ્ટ બોલરોને મજા આવશે. આ મેદાન પર આજ સુધી 200 રન પણ નથી બન્યા. મેદાન પર સરેરાશ સ્કોર 157 અને સર્વોચ્ચ સ્કોર 197 રન છે.

આવી સ્થિતિમાં, ચાલો RR અને CSKની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે જાણીએ-

RR vs CSK સંભવિત પ્લેઇંગ XI-

RR સંભવિત ઈલેવન : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (c/wk), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, સંદીપ શર્મા, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ

CSK સંભવિત ઈલેવન : ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (c/wk), તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના, મતિષા પથિરાના, આકાશ સિંહ

આ પણ વાંચો - રિંકુ સિંહની તે 5 સિક્સર બાદ યશ દયાલની બગડી તબિયત, લગભગ 7-8 કિલો વજન ઘટ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
IPL 2023MS DhoniPoints Tablerr vs cskSanju Samson
Next Article