Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમસ્યા : ગુજરાત હાઈકોર્ટનો અધિકારીઓને હાજર થવા નિર્દેશ

બિસ્માર રોડ, રખડતા ઢોર અને ટ્રાફિકનો મુદ્દો જવાબદાર તમામ અધિકારીઓ સામે ચાર્જફ્રેમ થશે ગુજરાત હાઈકોર્ટનો અધિકારીઓને હાજર થવા નિર્દેશ મ્યુનિ. કમિશનર, અમદાવાદ પોલીસને આદેશ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને પણ આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીને રૂબરૂ હાજર થવા નિર્દેશ ઢોર...
સમસ્યા   ગુજરાત હાઈકોર્ટનો અધિકારીઓને હાજર થવા નિર્દેશ
  • બિસ્માર રોડ, રખડતા ઢોર અને ટ્રાફિકનો મુદ્દો
  • જવાબદાર તમામ અધિકારીઓ સામે ચાર્જફ્રેમ થશે
  • ગુજરાત હાઈકોર્ટનો અધિકારીઓને હાજર થવા નિર્દેશ
  • મ્યુનિ. કમિશનર, અમદાવાદ પોલીસને આદેશ
  • શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને પણ આદેશ
  • ઉચ્ચ પોલીસ અધિકારીને રૂબરૂ હાજર થવા નિર્દેશ
  • ઢોર પાર્ટી પર હુમલા થતા હોવાની કોર્ટમાં રજૂઆત
  • પશુમાલિકો તરફથી થતા હુમલાની કોર્ટે નોંધ લીધી
  • આવતીકાલે 11 વાગ્યે હાજર થવા કોર્ટનો નિર્દેશ

રાજ્યમાં બિસ્માર રોડ, રખડા ઢોર અને ટ્રાફિકના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સંબંધિત વિભાગના જવાબદારોને આવતીકાલે 11 વાગે હાજર થવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

Advertisement

અધિકારીઓને હાજર થવા નિર્દેશ 

બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટે તમામ મ્યુનિસિપલ કમિશ્નર્સ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીને રૂબરૂમાં હાજર રહેવા નિર્દેશ કર્યો છે

Advertisement

પશુમાલિકો તરફથી થતા હુમલાની કોર્ટે નોંધ લીધી

ઢોર પાર્ટી પર અવાર નવાર થઇ રહેલા હુમલાની કોર્ટમાં રજૂઆત કરાઇ છે. પશુપાલકો તરફથી ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલા કરાઇ રહ્યા છે અને આ ગંભીર મુદ્દાની કોર્ટે નોંધ લીધી છે. હાઇકોર્ટે આવતીકાલે સવારે 11:00 વાગે જવાબદાર અધિકારીઓને હાજર રહેવા નિર્દેશ કર્યો છે.

Advertisement

વિવિધ શહેરોમાં ઢોર પાર્ટી પર હુમલા

ઉલ્લેખનિય છે કે ગઇ કાલે જ અમદાવાદમાં અમદાવાદ કોર્પોરેશનના અધિકારી પર હુમલો કરાયો હતો જેમાં તેમને ઇજા થઇ હતી. અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ વિભાગમાં દબાણ હટાવાની કામગિરી દરમિયાન ડે કમિશનર ઇજાગ્રસ્ત થયા હતા. ઢોર પાર્ટી ઉપર પણ ભુતકાળમાં હુમલા થઇ ચુકેલા છે. આ ઉપરાંત ભુતકાળમાં વડોદરા, રાજકોટ અને સુરત શહેર સહિતના નાના મોટા નગરમાં પણ ઢોર પાર્ટી પર હુમલા થઇ રહ્યા છે.

રખડતા ઢોરનો મુદ્દો હાલની સળગતી સમસ્યા

રખડતા ઢોરના કારણે ઘણા શહેરોમાં નિર્દોષ નાગરીકોને પણ સહન કરવું પડ્યું છે. ઘણા નાગરીકોના મોત થયા છે તો અનેક નાગરિકોને નાની મોટી ઇજા પણ પહોંચી છે. રખડતા ઢોરનો મુદ્દો હાલની સળગતી સમસ્યા છે.

આ પણ વાંચો----36 કરોડથી વધુના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગની કાયાકલ્પ થશે

Tags :
Advertisement

.