ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Road Accident : ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 3 મહિલા સહિત 5 લોકોના મોત

ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત અકસ્માતમાં 3 મહિલા સહિત 5 લોકોના મોત થયા નોઇડાથી પરી ચોક તરફ જતી કાર ટ્રક પાછળ અથડાઈ ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident)માં પાંચ લોકોએ...
11:59 AM Nov 10, 2024 IST | Dhruv Parmar
  1. ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત
  2. અકસ્માતમાં 3 મહિલા સહિત 5 લોકોના મોત થયા
  3. નોઇડાથી પરી ચોક તરફ જતી કાર ટ્રક પાછળ અથડાઈ

ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident)માં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. નોઈડાથી પરી ચોક તરફ જઈ રહેલી કાર અચાનક પાછળથી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી ત્યારે આ અકસ્માત (Road Accident) થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અકસ્માત (Road Accident)માં ત્રણ મહિલા અને બે પુરૂષોના મોત થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘણી જહેમત બાદ ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માતના સમાચારથી મૃતકના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. માર્ગ અકસ્માત (Road Accident) બાદ સ્થાનિક લોકો પણ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને સ્થાનિક લોકોની તત્પરતાથી મૃતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Jammu-Kashmir માં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એક આતંકી ઠાર

કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર ઘાયલ...

અન્ય એક ઘટનામાં, નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં યમુના એક્સપ્રેસ વે પર કારની ટક્કરથી બાઇક સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ઘટના રાબુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ અજાણ્યા વાહનચાલકે કારને વધુ સ્પીડમાં અને બેદરકારીથી હંકારી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કારને ટક્કર માર્યા બાદ બાઇક સવાર 500 મીટર સુધી ખેંચતો રહ્યો અને પછી રોડ પર પડી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યો વાહન ચાલક ઇજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર મુકીને ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલને સારવાર માટે જેવરની કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં 8 ઓક્ટોબરે તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : Weather Forecast : ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું, જાણો Delhi સહિત દેશમાં કેવું રેહેશે હવામાન?

Tags :
Greater Noida ExpresswayGujarati Newshorrific road accidentIndiaNationalroad accidentUp News
Next Article