Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

B J Medical College ના રેસિડન્ટ તબીબો ફરી હડતાળ પર, સરકારને આપ્યું અલ્ટીમેટમ...

B J Medical College ના તબીબોનું સરકારને અલ્ટીમેટમ સોમવાર થી પોતાની માંગ સાથે તબીબો કરશે હડતાળ 6 મહિના પહેલા કરવામાં આવી હતી માંગણીઓ બીજે મેડિકલ કોલેજ (B J Medical College)ના રેસિડન્ટ તબીબોએ સરકાર સામે પોતાની માંગણીઓ માટે ફરીથી હડતાળ...
b j medical college ના રેસિડન્ટ તબીબો ફરી હડતાળ પર  સરકારને આપ્યું અલ્ટીમેટમ
  1. B J Medical College ના તબીબોનું સરકારને અલ્ટીમેટમ
  2. સોમવાર થી પોતાની માંગ સાથે તબીબો કરશે હડતાળ
  3. 6 મહિના પહેલા કરવામાં આવી હતી માંગણીઓ

બીજે મેડિકલ કોલેજ (B J Medical College)ના રેસિડન્ટ તબીબોએ સરકાર સામે પોતાની માંગણીઓ માટે ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. તબીબોએ સોમવારથી તમામ સેવાઓ જેમાં ઈમરજન્સી સેવાઓ પણ સામેલ છે તે સંપૂર્ણ બંધ કરવાની ચીમકી આપી છે.

Advertisement

સરકારને અલ્ટીમેટમ...

બીજે મેડિકલ કોલેજ (B J Medical College)ના રેસિડન્ટ તબીબો દ્વારા સરકારને આ મામલે અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. તબીબોનું કહેવું છે કે 6 મહિના પહેલાં કરવામાં આવેલી માંગણીઓ હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. આ માંગણીઓમાં મુખ્યત્વે સ્ટાઈપેન્ડ વધારાની અવધિ દર 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવાની બાબત પણ સામેલ છે, જેને લઈને રેસિડન્ટ તબીબોમાં રોષ છે.

Advertisement

આ પણ વાંચો : Morbi : વીરપર ગામે બે વ્યકિતના મોત, વોંકળામાં ડૂબી જવાથી થયું મૃત્યુ...

તમામ તબીબો હડતાળ પર...

હડતાળ દરમિયાન, R1, R2, R3, SR, અને ઇન્ટર્ન્સ તમામ તબીબોએ સોમવારથી પોતાની ડ્યુટી બંધ રાખવાની જાહેરાત કરી છે. આ હડતાળને કારણે આરોગ્ય સેવા પર અસર પડી શકે છે અને સામાન્ય જનતાને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તબીબો દ્વારા કરવામાં આવેલી હડતાળની ચેતવણીને સરકાર ગંભીરતાથી લે છે કે નહીં, તે આગામી દિવસોમાં ખબર પડશે.

Advertisement

આ પણ વાંચો : Surat : ACB ને મળી મોટી સફળતા, 10 લાખની લાંચ કેસમાં PSI દિલીપ ચોસલાની ધરપકડ

Tags :
Advertisement

.