Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓડિશા ટ્રેન અકસ્માત પ્રભાવિતો માટે Reliance Foundation આવ્યું મદદે, કરી આ જાહેરાત

ઓડિશામાં ગત 2 જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાએ પુરા દેશને વ્યથિત કરી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. દુર્ઘટનાને લઈને ચારેય તરફથી મદદની સરવાણી શરૂ થઈ છે ત્યારે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તોની વહારે રિલાયન્સ જુથ...
12:03 PM Jun 06, 2023 IST | Hiren Dave

ઓડિશામાં ગત 2 જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાએ પુરા દેશને વ્યથિત કરી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. દુર્ઘટનાને લઈને ચારેય તરફથી મદદની સરવાણી શરૂ થઈ છે ત્યારે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તોની વહારે રિલાયન્સ જુથ આવ્યું છે. રિલાયન્સ જુથે 10 મુદ્દાના રાહત પગલાંની જાહેરાત કરી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના (RF) સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ બીજી જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ એક નિવેદનમાં જણાવ્યું કે, ઓડિશામાં દુ:ખદ ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે અપાર દુ:ખ અને આઘાતજનક સાથે રિલાયન્સ ફાઉન્ડેશન હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અકસ્માત વિશે જાણ થતાંની સાથે જ અમારી વિશેષ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને તુરંત જ ઘટનાસ્થળ પર બચાવ કાર્યને સરળ બનાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. અમારી ટીમ ઇજાગ્રસ્તોને ચોવીસ કલાક સહાય અને મદદ પૂરી પાડી રહી છે.અમે દુર્ઘટનાને કારણે થતી વેદનાને પૂર્વવત્ કરી શકવાના નથી, પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને તેમના જીવનનું પુનર્નિર્માણ કરવામાં અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ અમારા ગંભીરતાપૂર્ણ મિશન સાથે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને અવિરત સહાય પહોંચાડવા માટે અમે 10 મુદ્દાના કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છીએ. બહોળા રિલાયન્સ પરિવાર સાથેનું અમારું ફાઉન્ડેશન આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત સમુદાયો સાથે સાથે મજબૂત સ્તંભ બનીને થઈને ઊભું છે.

 

નીચે દર્શાવેલા 10 મુદ્દાના રાહત પગલાં દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને તાત્કાલિક અને લાંબા ગાળાના ધોરણે સહાય કરશે

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે નજીકથી સંકલન કર્યું હતું

અકસ્માત થયો ત્યારથી બાલાસોરમાં હાજર રિલાયન્સ ફાઉન્ડેશનની નિષ્ણાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ઈમરજન્સી સેક્શન, કલેક્ટર કચેરી, બાલાસોર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે નજીકથી સંકલન કર્યું હતું. મુસાફરોને ઝડપથી કોચ ખાલી કરાવવામાં અને ઈજાગ્રસ્તોને ઈમરજન્સી વાહનોમાં લઈ જવામાં મદદ કરવી, અકસ્માતના સ્થળે તરત જ માસ્ક, ગ્લોવ્સ, ઓઆરએસ, બેડશીટ, લાઇટિંગ અને અન્ય જરૂરીયાતો રેસ્ક્યૂ માટે ઉપલબ્ધ કરાવવા, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ કોચમાં ફસાયેલા મુસાફરોના બચાવ કાર્યમાં સામેલ થઈને ગેસ કટર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી; બચાવ કાર્ય માટે નજીકના સમુદાયોના અન્ય સ્વયંસેવકોને પણ એકત્રિત કર્યા હતા.

અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું

બચાવકાર્ય વિનાવિક્ષેપ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા, રિલાયન્સ ફાઉન્ડેશને આ વિસ્તારના યુવા સ્વયંસેવકોની સાથે રહીને તેમની સાથે નેટવર્ક સ્થાપ્યું છે જેથી આશરે 1,200 લોકો માટે ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. ભોજનની જેને સૌથી વધુ જરુર છે તેવા રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓ, તેમજ અકસ્માતના સ્થળે પહોંચનારા અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પણ પહોંચાડવાનું સુનિશ્ચિત કરાયું હતું.

યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે

એક દાયકા કરતા વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ગમેતેવી હોનારતના સંજોગોમાં, પછી તે કુદરતી હોય કે બીજી કોઈ, તેને પહોંચી વળવા માટે સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા પ્રત્યે કામગીરી અદા કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોનારતને પહોંચી વળવા માટે યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે, જેના થકી હોનારત પહેલાં, દરમિયાન અને પછીના સમયગાળામાં મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં પરામર્શકો સમુદાયોને માર્ગદર્શન પૂરું પાડે તે માટે કાર્યરત બને છે.

લાયન્સ ફાઉન્ડેશને 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી 

છેલ્લા ઘણા વર્ષોથી, રિલાયન્સ ફાઉન્ડેશને પૂર, વાવાઝોડાં, ભૂકંપની હોનારતો બાદ, દુષ્કાળ દરમિયાન તેમજ કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન સઘન રીતે વિવિધ સમુદાયોને સહાયતા પૂરી પાડી છે. આ માટે તેણે જાન-માલના પુનઃનિર્માણને સક્ષમ બનાવવા તેમજ રાહત પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવતી અનેકવિધ પહેલો આદરી છે અને 48થી વધુ હોનારતોની ઘટનાઓમાં 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન જરૂરિયાતના દરેક સમયે રાષ્ટ્રની સાથે અડીખમ ઊભું રહ્યું છે, અને હવે, આ ગમખ્વાર દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવાનું પણ સુનિશ્ચિત કરાયું હતું.
બચાવકાર્ય વિનાવિક્ષેપ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા, રિલાયન્સ ફાઉન્ડેશને આ વિસ્તારના યુવા સ્વયંસેવકોની ઓળખ કરીને તેમની સાથે નેટવર્ક સ્થાપ્યું છે જેથી આશરે 1,200 લોકો માટે ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. ભોજનની જેને સૌથી વધુ જરુર છે તેવા રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓ, તેમજ અકસ્માતના સ્થળે પહોંચનારા અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવાનું પણ સુનિશ્ચિત કરાયું હતું.

સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા અંગેની કામગીરી કરી

એક દાયકા કરતા વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે કુદરતી કે અન્ય કોઇપણ પ્રકારની હોનારતના સંજોગોને પહોંચી વળવા માટે સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા અંગેની કામગીરી કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોનારતને પહોંચી વળવા માટે યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે, જેના થકી હોનારત પહેલાં, દરમિયાન અને પછીના સમયગાળામાં મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં પરામર્શકો સમુદાયોને માર્ગદર્શન પૂરું પાડે તે માટે કાર્યરત બને છે.

દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

છેલ્લા ઘણાં વર્ષોથી, રિલાયન્સ ફાઉન્ડેશને પૂર, વાવાઝોડાં, ભૂકંપની હોનારતો બાદ, દુષ્કાળ દરમિયાન તેમજ કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન સઘન રીતે વિવિધ સમુદાયોને સહાયતા પૂરી પાડી છે. આ માટે તેણે જાન-માલના પુનઃનિર્માણને સક્ષમ બનાવવા તેમજ રાહત પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવતી અનેકવિધ પહેલો આદરી છે અને 48થી વધુ હોનારતોની ઘટનાઓમાં 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન જરૂરિયાતના દરેક સમયે રાષ્ટ્રની સાથે અડીખમ ઊભું રહ્યું છે, અને હવે, આ ગમખ્વાર દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

Tags :
AccidentOdishareliance-foundationrescue-workerstrain
Next Article