Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ બેદરકારીના આક્ષેપો સાથે કર્યો હુમલો

જૂનાગઢ સીવીલ હોસ્પિટલ મા ડોક્ટરો પર હુમલો ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી Junagadh: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો થવાનો બનાવ બન્યો છે. જેમાં ગઈ કાલે મોડી રાત્રે...
junagadh સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ બેદરકારીના આક્ષેપો સાથે કર્યો હુમલો
  1. જૂનાગઢ સીવીલ હોસ્પિટલ મા ડોક્ટરો પર હુમલો
  2. ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો
  3. પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Junagadh: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો થવાનો બનાવ બન્યો છે. જેમાં ગઈ કાલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાઓ દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો દર્દીના સગાઓએ ડૉક્ટર અને નર્સ દ્વારા સારવારમાં બેદરકારી કરી હોવાના આક્ષેપો સાથે હુમલો કર્યાનું સામે આવ્યું છે. સામાન્ય વિગતો પ્રમાણે દર્દીનું મોત થતા હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો: Palanpur: અગમ્ય કારણોસર મેડિકલમાં નોકરી કરતા યુવકે કરી આત્મહત્યા

દર્દીનું મોત થતાં સગાઓએ હુમલો કર્યાનું પ્રાથમિક તારણ

Advertisement

નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ અત્યારે સામે આવ્યો છે. ઘટનાના વિરોધમાં સિવિલના તમામ તબીબો હડતાલ પર બેઠા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો, યુનીશભાઈ ખત્રી નામના દર્દીને છાતીમાં દુખાવો ઉપાડતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ (Junagadh Civil Hospital) માં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે દર્દીના પરિવારજનોએ હુમલો કરતા આ બનાવ બનવા પામ્યો છે.

આ પણ વાંચો: Gujarat: અસલી આઈપીએસ તોડ કરે, નકલી આઈપીએસ ઠગાઈ આચરે

Advertisement

બે ડૉક્ટર અને એક બ્રધર પર થયો હુમલો

મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢ સિવિલમાં ફરજ પરના ડોક્ટર ડૉ.જીતેન્દ્ર પાંભર, ડૉ. અજય દુધભાતે અને બ્રધર કર્મદીપ પરમાર અત્યારે સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, બનાવની જાણ થતાની સાથે જ ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ (Junagadh Civil Hospital)એ દોડી આવ્યો હતો. આ સાથે પોલીસ દ્વારા અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, દર્દીના પરિવાર દ્વારા ડૉક્ટરો પણ બેદરકારીનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તેમણે હુલમો કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસ આ બાબતે અત્યારે વધારે તપાસ કરી રહીં છે.

આ પણ વાંચો: Gujarat: શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી? GMERS મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ

Tags :
Advertisement

.