Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર રેડ કાર્ડનો કરાયો ઉપયોગ, જાણો કોને મળ્યું Red Card

તમે ફૂટબોલની રમતમાં રેડ કાર્ડ વિશે જરૂર સાંભળ્યું જ હશે પણ શું તમે ક્યારે પણ તેને ક્રિકેટમાં સાંભળ્યું છે ? તમારો જવાબ ના જ હશે, પણ અમે તમને જણાવી દઇએ કે, ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાં...
ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર રેડ કાર્ડનો કરાયો ઉપયોગ  જાણો કોને મળ્યું red card
Advertisement

તમે ફૂટબોલની રમતમાં રેડ કાર્ડ વિશે જરૂર સાંભળ્યું જ હશે પણ શું તમે ક્યારે પણ તેને ક્રિકેટમાં સાંભળ્યું છે ? તમારો જવાબ ના જ હશે, પણ અમે તમને જણાવી દઇએ કે, ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાં ફૂટબોલની જેમ જ અમ્પાયરે રેડ કાર્ડનો ઉપયોગ કર્યો છે. CPLમાં કિરોન પોલાર્ડની ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી રેડ કાર્ડ બાદ સુનીલ નારાયણને બહાર થવું પડ્યું હતું.

કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ અને ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કિરોન પોલાર્ડ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે, આ ટીમમાં સામેલ સુનીલ નારાયણને રેડ કાર્ડ બાદ બહાર જવું પડ્યું હતું. ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી પરંતુ તેમ છતાં 6 વિકેટે મેચ જીતી હતી. ક્રિકેટમાં પહેલીવાર રેડ કાર્ડનો ઉપયોગ થતા જોવા મળી રહ્યો છે. આ નિયમ કેરેબિયન પ્રીમિયર લીગમાં ધીમો ઓવર રેટને જોતા દાખલ કરવામાં આવ્યો છે. IPL થી લઈને અન્ય લીગ અને આંતરરાષ્ટ્રીય મેચો સુધી, આપણને ઘણી બધી મેચો જોવા મળે છે જે નિર્ધારિત સમય કરતાં વધુ ચાલે છે. જો કે તેના પર દંડ ફટકારવામાં આવે છે, IPLમાં વધારાનો ફિલ્ડર 30 યાર્ડની અંદર રહે છે પરંતુ કોઈપણ લીગમાં પહેલીવાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

અમ્પાયરે 19મી ઓવર પછી ધીમી ઓવર રેટ માટે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સને દોષિત ગણાવ્યા, ત્યારબાદ તેમને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું છે. પોલાર્ડે સુનીલ નારાયણને આઉટ કર્યો અને ત્યારબાદ ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી.

Advertisement

આ પણ વાંચો - World Athletics Championship : ગોલ્ડન બોય Neeraj Chopra એ રચ્યો ઈતિહાસ, સુવર્ણ અક્ષરે લખાયું નામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×