16 વર્ષમાં પહેલીવાર RCB બની Champion, ટીમે ટ્રોફીની સાથે ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કર્યો કબ્જો
જે વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ RCB ન કરી શકી તે સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કરી બતાવ્યું છે. જીહા, RCB માટે છેલ્લા 16 વર્ષમાં પુરુષોની ટીમ જે ન કરી શકી, તે મહિલા ટીમે માત્ર બે વર્ષમાં કરી બતાવ્યું છે. RCB એ 17 માર્ચ, રવિવારના રોજ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને 8 વિકેટથી હરાવીને તેમની ટ્રોફી (Trophy) નો દુકાળ સમાપ્ત કર્યો હતો. ટીમે ટ્રોફી તો મેળવી આ સાથે ઓરેન્જ અને પર્પલ કેપ (Orange and Purple Cap) પર પણ કબ્જો કર્યો છે.
RCB ને મળી તેની પહેલી ટ્રોફી
રવિવારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે WPL 2024 ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા દિલ્હીની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. બેટિંગ પર આવ્યા બાદ દિલ્હીની શરૂઆત સારી રહી હતી. ટીમના બંને ઓપનર બેટરે શાનદાર શરૂઆત કરી હતી. દિલ્હીની પહેલી વિકેટ શેફાલી વર્માના રૂપે પડી જ્યારે ટીમનો સ્કોર 64 હતો. તે પછી બેટર મેદાને આયા અને ગયા તે સિલસિલો શરૂ થઇ ગયો. જ્યા ટીમની 64 રન પર 1 જ વિકેટ પડી હતી ત્યા 81 રનમાં ટીમની 6 વિકેટ પડી ગઇ હતી. અંતે ટીમ માત્ર 18.3 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગઇ હતી.
તે પછી બંગ્લોરની ટીમ રન ચેઝ કરવા માટે મેદાને આવી હતી. તેમના ઓપનર સ્મૃતિ મંધાના અને શોપી ડેવિને શાનદાર શરૂઆત કરતા ટીમ માટે 49 રન જોડી લીધી હતા. તે પછી ડેવિનના આઉટ થઇ હતી. જે બાદ મેદાનમાં એલિસ પેરી આવી જેણે ટીમની કેપ્ટન મંધાના સાથે રનની ગતિને વધારી હતી. અંતે 114 રનના ટાર્ગેટને RCB ની ટીમે 2 વિકેટ ગુમાવીને 19.3 ઓવરમાં મેળવ્યો હતો. ટીમ માટે એલિસ પેરીએ અણનમ 35, સોફી ડિવાઈને 32 રન અને સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા. જ્યારે શિખા પાંડે અને મીનુ મણીએ 1-1 વિકેટ લીધી હતી. આ રીતે RCB એ તેની પ્રથમ ટ્રોફીને મેળવી હતી.
WPL 2024 પુરસ્કારોની સૂચિ:
- પ્લેયર ઓફ ધ મેચ (ટ્રોફી અને રૂ. 2.5 લાખ): સોફી મોલિનેક્સ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (ટ્રોફી અને રૂ. 5 લાખ): શ્રેયંકા પાટિલ
- સિઝનમાં સૌથી વધુ વિકેટ માટે પર્પલ કેપ (કેપ અને રૂ. 5 લાખ): શ્રેયંકા પાટિલ
- સિઝનમાં સૌથી વધુ રન માટે ઓરેન્જ કેપ (કેપ અને રૂ. 5 લાખ): એલિસ પેરી
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન (ટ્રોફી અને રૂ. 5 લાખ): દીપ્તિ શર્મા
- ફેરપ્લે એવોર્ડ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ (ટ્રોફી અને રૂ. 1 લાખ): શેફાલી વર્મા
- સિક્સ ઓફ ધ મેચ (ટ્રોફી અને રૂ. 1 લાખ): શેફાલી વર્મા
- પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન (ટ્રોફી અને રૂ. 5 લાખ): જ્યોર્જિયા વેરહેમ
- સિઝનના સિક્સર (ટ્રોફી અને રૂ. 5 લાખ): શેફાલી વર્મા
- કેચ ઓફ ધ સીઝન એવોર્ડ (ટ્રોફી અને રૂ. 5 લાખ): સજીવન સજના
- રનર અપ ટીમ (ટ્રોફી અને રૂ. 3 કરોડ): દિલ્હી કેપિટલ્સ
- વિજેતા ટીમ (ટ્રોફી અને રૂ. 6 કરોડ): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
RCB એ ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કર્યો કબ્જો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સૌથી અનુભવી ખેલાડી એલિસ પેરીએ WPL 2024માં સૌથી વધુ 347 રન બનાવીને ઓરેન્જ કેપ કબ્જે કરી હતી, જ્યારે ટીમની યુવા ખેલાડી શ્રેયંકા પાટીલે પર્પલ કેપ પહેરી હતી. શ્રેયંકા પાટીલ ફાઇનલમાં 4 વિકેટ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની હતી. તેણે આ સિઝનમાં કુલ 13 વિકેટ ઝડપી હતી. RCB ના આ બંને ખેલાડીઓને કેપની સાથે 5-5 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું છે.
RCB પર પૈસાનો વરસાદ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCBI)એ આ વર્ષે મહિલા પ્રીમિયર લીગની ઈનામી રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં, RCBને તે જ ઈનામી રકમ મળી છે જે ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સને મળી હતી. WPL 2023ની ચેમ્પિયન બન્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને 6 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી, જ્યારે ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયા મળ્યા હતા. DC માટે આ સતત બીજું વર્ષ છે જ્યારે ટીમ ટ્રોફીથી એક ડગલું દૂર રહી છે. ગયા વર્ષે, તેઓ ફાઇનલમાં MI સામે હાર્યા હતા.
આ પણ વાંચો - WPL 2024 Final: RCB એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું, WPL 2024 માં દિલધડક RCB ની જીત
આ પણ વાંચો - IPL 2024: કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ RCB સાથે જોડાયા