Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર

RBI Recruitment 2024:ભારતીય રિઝર્વ બેંકમાં સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે એક મોટી તક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડેપ્યુટી ગવર્નરના પદ માટે અરજીઓ કરી શકો છે
rbi recruitment 2024  ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક  બે લાખથી વધુ મળશે પગાર
  • RBIએ ડેપ્યુટી ગવર્નરની જગ્યા ભરતી બહાર પડી
  • RBI વેબસાઇટ rbi.org.in પર નોટિફિકેશન જાહેર
  • પસંદ કરાયેલ ઉમેદવારને 2 લાખ રૂપિયાથી વધુનો પગાર મળશે

Advertisement

RBI Recruitment 2024: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી ગવર્નરની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ભારતીય રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. પસંદ કરાયેલ ઉમેદવારને 2 લાખ રૂપિયાથી વધુનો પગાર મળશે. જો કે, ફક્ત તે જ લોકો આ માટે અરજી કરી શકે છે, જેમને સંબંધિત ટ્રેડમાં ઓછામાં ઓછા 25 વર્ષનો કામ કરવાનો અનુભવ હોય. રિઝર્વ બેન્કમાં નોકરીઓ માટે જરૂરી લાયકાત નક્કી કરવામાં આવી છે.

Advertisement

રિઝર્વ બેન્કમાં ( Bank Job)કામ કરતા લોકોને લેવલ 17ના પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવે છે. રિઝર્વ બેન્કની અધિકૃત વેબસાઇટ rbi.org.in પર આ સરકારી નોકરી સંબંધિત દરેક વિગતો તપાસ્યા પછી જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ નોકરી માટે આરબીઆઈ દ્વારા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી, તો તમારી અરજી નકારવામાં આવશે. જાણો રિઝર્વ બેન્કમાં ડેપ્યુટી ગવર્નર પદ માટે શું લાયકાત હોવી જોઈએ. 30 નવેમ્બર 2024 સુધી મોકલવામાં આવેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે.

Advertisement

RBI Deputy Governor Qualification: રિઝર્વ બેન્કમાં નોકરી માટે લાયકાત અને અનુભવ

  • રિઝર્વ બેન્કમાં ડેપ્યુટી ગવર્નરની પોસ્ટ પર નોકરી મેળવવા માટે નીચેની લાયકાત અને અનુભવ હોવો જરૂરી છે
  •  પબ્લિક એડમિનિસ્ટ્રેશન સેક્ટરમાં ઓછામાં ઓછા 25 વર્ષનો કામ કરવાનો અનુભવ (આમાં ભારત સરકારમાં સચિવ અથવા તેના સમકક્ષ પદ પર કામ કરવાનો અનુભવ સામેલ છે)
  • રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય જાહેર નાણાકીય સંસ્થામાં ઓછામાં ઓછો 25 વર્ષનો અનુભવ.
  •  સંબંધિત ક્ષેત્રમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ ગુણવત્તા અને ટ્રેક રેકોર્ડ.
  • 15 જાન્યુઆરી 2025ના રોજની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ડેપ્યુટી ગવર્નરનો પગાર કેટલો છે?

રિઝર્વ બેન્કની નોકરીની સૂચના અનુસાર, ડેપ્યુટી ગવર્નરને લેવલ 17 મુજબ પગાર મળશે. આ હિસાબે ડેપ્યુટી ગવર્નરનો પગાર લગભગ 2,25,000 રૂપિયા હશે.

આ પણ  વાંચો -Share Market Crash:શેરબજારમાં નબળી શરૂઆત...બજાર ખુલતાની સાથે જ આ 10 શેરોમાં કડાકો

નોકરી કેટલા વર્ષ ચાલશે?

રિઝર્વ બેન્કમાં ડેપ્યુટી ગવર્નરની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવશે. તે પછી વય અને અનુભવ જેવા પરિબળોને ધ્યાનમાં લઈને ફરીથી નિમણૂક કરી શકાય છે.

આ પણ  વાંચો -Price hike: ચા, બિસ્કિટથી લઇને શેમ્પૂ સુધીની આ વસ્તુઓ થશે મોંઘી,જાણો કારણ

રિઝર્વ બેન્કમાં નોકરી માટે કેવી રીતે અરજી કરવી?

રિઝર્વ બેન્કમાં નોકરી માટે અરજી કરતી વખતે ફોર્મની સાથે તમારે સીવી, 1 પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને 3 સંદર્ભોના નામ અને સંપર્ક નંબર પણ સબમિટ કરવાના રહેશે. તેનું ફોર્મેટ RBIની સત્તાવાર વેબસાઇટ https://financialservices.gov.in અને https://rbi.org.in પર ચેક કરી શકાય છે. તમે તમારું અરજીપત્ર નીચેના સરનામે મોકલી શકો છો

Tags :
Advertisement

.