ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ratan Tata એ ફોર્ડ મોટરના માલિકને બતાવી દીધી હતી ઔકાત....

રતન ટાટા બહારથી દેખાવમાં સરળ હતા પણ અંદરથી મજબૂત હતા એક સમયે ટાટા મોટર્સ ભારે ખોટનો સામનો કરી રહી હતી ફોર્ડ મોટરના બિલ ફોર્ડે કહ્યું કે તે ટાટા મોટર્સ ખરીદી અહેસાન કરશે રતન ટાટાએ ફોર્ડના માલિકને પાઠ ભણાવ્યો ટાટાએ...
09:14 AM Oct 10, 2024 IST | Vipul Pandya

Industrialist Ratan Tata : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Industrialist Ratan  Tata)નું બુધવારે મોડી રાત્રે મુંબઈમાં અવસાન થયું. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા રતન ટાટાનું દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રાત્રે 11.30 વાગ્યે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને તેમના કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

રતન ટાટા બહારથી દેખાવમાં સરળ હતા

રતન ટાટા બહારથી દેખાવમાં સરળ હતા, પણ અંદરથી એટલા જ મજબૂત હતા. જ્યારે પણ તેમણે કોઈ પણ કાર્ય કરવાનું નક્કી કર્યું હોય તો તે કાર્યને તેના પરિણામ સુધી પહોંચાડતા હતા. તેમના સાથે જોડાયેલી બદલાની એક રોચક કહાણી પણ છે. તેમણે ફોર્ડ મોટર્સના ચેરમેન પાસેથી પોતાના અપમાનનો બદલો ખૂબ જ રસપ્રદ રીતે લીધો હતો.

આ પણ વાંચો----Ratan tata Biography: એક સ્થપતિ કઇ રીતે બન્યો ઉદ્યોગપતિ, જાણો રસપ્રદ કિસ્સા

જાણો કેવી રીતે શરૂ થઈ હતી રતન ટાટાના બદલાની કહાની

આજે ટાટા મોટર્સ ભારતની અગ્રણી કાર ઉત્પાદક કંપનીઓમાંની એક છે. પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે કંપનીને ઘણા સંઘર્ષ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે. એક સમયે કંપની ભારે ખોટનો સામનો કરી રહી હતી અને ટાટા મોટર્સે તેનો પેસેન્જર કાર બિઝનેસ વેચવાનું પણ વિચારવું પડ્યું હતું. કંપનીએ 90ના દાયકામાં અમેરિકન કાર નિર્માતા ફોર્ડને તેમની પેસેન્જર કાર ડિવિઝન વેચવાનું વિચાર્યું હતું. ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડ અને રતન ટાટા વચ્ચે 1999માં મુલાકાત થઈ હતી. આ મીટિંગમાં બિલ ફોર્ડે અપમાનજનક રીતે કહ્યું હતું કે તેઓ ટાટા મોટર્સનું પેસેન્જર કાર ડિવિઝન ખરીદીને તેમની પર અહેસાન કરી રહ્યા છે. આ પછી રતન ટાટા અને તેમની ટીમ ચુપચાપ ભારત પરત ફર્યા.

આ પણ વાંચો---PM મોદીએ Ratan Tata ના નિધન પર શોક વ્યક્ત કર્યું, સન્માનમાં કહી આ મોટી વાત

ફોર્ડના માલિકને પાઠ ભણાવ્યો

દેશમાં પાછા ફર્યા પછી, તેમણે તેમના કાર વિભાગમાં સુધારો કરવાનું નક્કી કર્યું. આ પછી ટાટા મોટર્સે ધીમે-ધીમે પોતાનો કાર બિઝનેસ ફરી સ્થાપિત કર્યો. 9 વર્ષની મહેનત પછી, 2008 સુધીમાં ટાટા મોટર્સ ભારતમાં સફળ અને લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ હતી. જ્યારે ટાટા મોટર્સ નવી સફળતાની વાર્તા લખી રહી હતી, ત્યારે બીજી તરફ, ફોર્ડ મોટર્સની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ફોર્ડ કંપનીને ડૂબતી બચાવવા માટે રતન ટાટા ફરી એકવાર આગળ આવ્યા. 2008 માં, તેમણે ફોર્ડની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર ખરીદવાની ઓફર કરી. આ ડીલ માટે રતન ટાટા અમેરિકા ના ગયા, પણ બિલ ફોર્ડની આખી ટીમ ભારત આવી હતી

બિલ ફોર્ડનો સ્વર બદલાઈ ગયો હતો

આ ડીલ પછી બિલ ફોર્ડે રતન ટાટાનો આભાર માન્યો અને કહ્યું, "તમે જગુઆર અને લેન્ડ રોવર સિરીઝ ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો." આ બંને બ્રાન્ડ ટાટા હેઠળ આવ્યા પછી, તેઓએ ભારતીય બજારમાં જબરદસ્ત સફળતા મેળવી.

આ પણ વાંચો----Ratam Tata : જો ભારત-ચીન યુદ્ધ ન થયું હોત તો ટાટાના લગ્ન થયા હોત

Tags :
American car company FordBill FordBusinessbusinessmancar manufacturing companyFord MotorindustrialistindustriesJaguarLand Roverleading industrialist Ratam TataRatam Tata passed awayRatan TataRatan Tata took revengeTata GroupTata MotorsTata Sons
Next Article