Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Rashmika Mandana બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને હેલ્થની આપી જાણકારી

સાઉથ ફિલ્મોની ક્યૂટ અભિનેત્રી રશ્મિકા મંદાએ કરી પોસ્ટ લાંબા કેપ્શનમાં અભિનેત્રીની લાઇફની અપડેટ શેર કરી છે અભિનેત્રીને એક્સિડન્ટ બાદ પ્રથમ પોસ્ટ આકરી   Rashmika Mandana : સાઉથ ફિલ્મોની ક્યૂટ અભિનેત્રી રશ્મિકા મંદાના(Rashmika Mandanna)ને જોતાંની સાથે નેશનલ ક્રશ બની ગઇ....
 rashmika mandana બની અકસ્માતનો શિકાર  પોસ્ટ કરીને હેલ્થની આપી જાણકારી
Advertisement
  • સાઉથ ફિલ્મોની ક્યૂટ અભિનેત્રી રશ્મિકા મંદાએ કરી પોસ્ટ
  • લાંબા કેપ્શનમાં અભિનેત્રીની લાઇફની અપડેટ શેર કરી છે
  • અભિનેત્રીને એક્સિડન્ટ બાદ પ્રથમ પોસ્ટ આકરી

Advertisement

Rashmika Mandana : સાઉથ ફિલ્મોની ક્યૂટ અભિનેત્રી રશ્મિકા મંદાના(Rashmika Mandanna)ને જોતાંની સાથે નેશનલ ક્રશ બની ગઇ. અનેક હિટ ફિલ્મોને કારણે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી દીધી છે. પુષ્પા ગર્લનાં નામથી ફેમસ રશ્મિકા મંદાના (Pushpa actress Rashmika Mandanna)એની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું છે. આ સાથે ક્યૂટનેસનો જાદુ ચલાવે છે. રશ્મિકા મંદાનાનું ફેન ફોલોઇંગ બહુ જોરદાર છે. એનિમલમાં લીડ હીરોઇનની એક્ટિંગ કર્યાં પછી રશ્મિકા બહુ ફેમસ થઇ છે. રશ્મિકા સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. આમ, વાત કરવામાં આવે તો રશ્મિકા મંદાનાને એક્સિડન્ટ થયો છે. આ વાત અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કરી છે. આ ખબર સામે આવતાની સાથે ફેન્સ દુખી થઇ ગયા છે.

Advertisement

અભિનેત્રી સોશિયલ કરી પોસ્ટ

અભિનેત્રી એની ક્યૂટ તસવીર સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી છે. એક્ટ્રેસે જણાવ્યું કે ગયા મહિને એક્સિડન્ટ થયો હતો જેનાં કારણે ડોક્ટરની સલાહ માનીને ઘરે જ છું. ફેન્સે અભિનેત્રીને હેલ્થનું ધ્યાનમાં રાખવાની વાત કરી છે. આ સાથે અભિનેત્રીએ જણાવ્યુ કે, જિંદગી બહુ જ નાની છે, કલ હો યા ના હો. લાંબા કેપ્શનમાં અભિનેત્રીની લાઇફની અપડેટ શેર કરી છે અને સાથે ફેન્સે ખબર અંતર પણ પૂછ્યાં છે.

Advertisement

આ પણ  વાંચો -Akshay Kumar એ બર્થ ડે પર કરેલી આ જાહેરાતથી ચાહકો....

રશ્મિકા મંદાનાએ લખી લાંબી પોસ્ટ

રશ્મિ મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગયા મહિને હું બહુ સક્રિય રહી નથી. આ પાછળનું કારણ એ છે કે મારો એક્સિડન્ટ થયો હતો. હું ઠીક થઇ રહી છું, પણ ડોક્ટરે મને ઘરે રહેવાની સલાહ આપી છે. હું હવે સારું ફીલ કરું છું અને એક વાત જણાવી દઉં કે, મારી ગતિવિધિઓથી નિપટવા માટે તમને શુભકામનાઓ. હંમેશા પોતાનું ધ્યાન રાખવાની વાતને પ્રાથમિકતા બનાવો, કારણકે જીવન બહુ નાજુક અને નાનું હોય છે. આપણને એ વાતની જાણ નથી હોતી કે આપણી કાલ થશે કે નહીં. આ માટે દરેક દિવસને મસ્ત રીતે જીવો. એક બીજી અપડેટ આપું કે હું બહુ બધા લાડવા ખાઇ રહી છું.’

આ પણ  વાંચો -Akshay Kumar Birthday: અક્ષય કુમાર માટે 'ખેલાડી' બનવું સરળ ન હતું ,વાંચો અહેવાલ

આ ફિલ્મમાં રશ્મિકા જોવા મળશે

અભિનેત્રી રશ્મિકા મંડનના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત છે અને સતત કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે તેની સાથે શું, ક્યારે અને કેવી રીતે થયું. ઘણા લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી જલ્દી જ 'પુષ્પા 2'માં જોવા મળશે. આ સિવાય તે સલમાન ખાન સાથે 'સિકંદર'માં લીડ એક્ટ્રેસ તરીકે પણ કામ કરી રહી છે. જો રશ્મિકાના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. વિજય દેવેરાકોંડા સાથે તેની કેમેસ્ટ્રી અને અફેરની અફવાઓ છે.

Tags :
Advertisement

Trending News

.

×