Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાંચીનો યુવા પ્લેયર IPL પહેલા બન્યો અકસ્માતનો ભોગ, GT એ લગાવી હતી 3.6 કરોડની બોલી

 GT Player Robin Minz Accident : IPL 2024 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે IPL ની બધી ટીમો ટુર્નામેન્ટની તૈયારીઓમાં લાગી છે. તેની વચ્ચે એક એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સના ( GT ) સ્ટાર પ્લેયરને...
રાંચીનો યુવા પ્લેયર ipl પહેલા બન્યો અકસ્માતનો ભોગ  gt એ લગાવી હતી 3 6 કરોડની બોલી

 GT Player Robin Minz Accident : IPL 2024 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે IPL ની બધી ટીમો ટુર્નામેન્ટની તૈયારીઓમાં લાગી છે. તેની વચ્ચે એક એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સના ( GT ) સ્ટાર પ્લેયરને અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત.

Advertisement

રાંચીના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝને થયો અકસ્માત  

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વર્ષમાં  ગુજરાત ટાઈટન્સ ( GT ) તરફથી IPL 2024 માં ડેબ્યૂ કરનાર રાંચીના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝનો બાઇક ચલાવતી વખતે અકસ્માત થયો હતો. આ બાબત વિષે જાણકારી પણ રોબિન મિન્ઝના પિતા દ્વારા આપવામાં આવી છે. આ યુવા ખેલાડીના અકસ્માતની ઘટના સામે આવતા ક્રિકેટ જગતમાં આ વાત ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાયેલી IPL 2024 ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે ( GT ) આ ડેશિંગ બેટ્સમેનને 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Advertisement

કાવાસાકી સુપરબાઈક પર થયો હતો અકસ્માત 

રોબિનનો અકસ્માત કેવી રીતે થયો હતો તેના વિશે વાત કરીએ તો, મિન્ઝ તેની કાવાસાકી સુપરબાઈક પર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેની સામે બીજી બાઇક આવી અને તેણે તેની બાઇક પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે તેનો અકસ્માત થયો હતો.

Advertisement

રોબિન મિન્ઝના પિતાએ રોબિનના આ અકસ્માત વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રોબિનના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે. પરંતુ આ ઇજા કેટલી કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. વાસ્તવમાં IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ મેચ 24મી માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે. રોબિન મિન્ઝ હાલમાં ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે.

પિતાએ કરી હતી ધોની સાથે મુલાકાત 

રોબિન પણ મહેન્દ્ર સિંહ ધોનીના રાજ્ય ઝારખંડથી આવે છે. રોબિનના પિતા એરપોર્ટ ઉપર એક સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. નોંધનીય છે કે, એકવાર રોબિનના પિતા રાંચી એરપોર્ટ પર ધોનીને મળ્યા હતા. તે સમયે ધોનીએ તેને વચન આપ્યું હતું કે જો મિંજને કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા ખરીદવામાં નહીં આવે તો તે તેને ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ કરશે. જો કે ચેન્નાઈ સુપર કિંગ્સે હરાજી દરમિયાન રોબિન મિન્ઝ પર બોલી લગાવી હતી, પરંતુ તેણે મિન્ઝને રૂ. 1.20 કરોડની રકમ બાદ જવા દીધો હતો અને આગળ ગુજરાતની ટીમે આ યુવા પ્લેયરને પોતાની ટીમમાં શામેલ કર્યો હતો.

આ પણ વાંચો -- Gautam Gambhir એ રાજકારણમાંથી લીધો સંન્યાસ, જેપી નડ્ડા સાથે કરી વાત, PM મોદીનો પણ આભાર માન્યો…

Tags :
Advertisement

.