Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધર્મ અમારી અને મોદી સાથે છે - Jagadguru Rambhadracharya

અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya) મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જગતગુરુ રામભદ્રાચાર્યજી અમદાવાદની મુલાકાતે છે. આવતીકાલથી રામભદ્રાચાર્યજીની કથાનો (Rambhadracharya) પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ કથા...
09:35 PM Jan 01, 2024 IST | Dhruv Parmar
Ramkatha In Ahmedabad, Jagadguru Rambhadracharya, Gujarat First

અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya) મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જગતગુરુ રામભદ્રાચાર્યજી અમદાવાદની મુલાકાતે છે. આવતીકાલથી રામભદ્રાચાર્યજીની કથાનો (Rambhadracharya) પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ કથા ઘોડાસર સ્મૃતિ મંદિર ખાતે યોજાશે.

ગુજરાતની મુલાકાતે રામભદ્રાચાર્યજી

ગુજરાતની મુલાકાતે આવેલા રામભદ્રાચાર્યજીએ કહ્યું કે, ગુજરાત મારી ભૂમિ છે, ગુજરાત મને ખૂબ ગમે છે. ગુજરાતમાં રહેવું ખૂબ સારું લાગે છે અને ગુજરાતી ભોજન મને ખૂબ ભાવે છે. રામભદ્રાચાર્યજીએ (Rambhadracharya) વધુમાં કહ્યું કે, ધર્મ મોદી સાથે છે અમારી સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યામાં ત્રેતા યુગનું આગમના થશે. ગુજરાતમાં ખૂબ જ સારું લાગે છે અને અહીં મને આવવું ખૂબ ગમે છે.

PM નરેન્દ્ર મોદી મારા મિત્ર : રામભદ્રાચાર્યજી

રામભદ્રાચાર્યજી ઘણી વાર કહીં ચૂક્યા છે કે PM નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમદાવાદમાં યોજાયેલી આ રામકથા એવા સમયે યોજાઈ રહી છે કે જ્યારે, 22 મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અને રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામભદ્રાચાર્યજીના (Rambhadracharya) મુખે રામકથા સંભાળવી એ લ્હાવો છે અને અમદાવાદના આંગણે જ્યારે રામભદ્રાચાર્યજીની રામકથા યોજાઈ હોય ત્યારે આ પાવન રસમાં તરબોળ થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Surya Namaskar : ગુજરાતમાં 50 હજારથી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
AhmedabadAyodhya TempleGujaratjagatguru rambhadracharyajiram mandirRamkatha In Ahmedabad
Next Article