ફિલ્મ આદિપુરુષથી નારાજ થયા રામાયણના લક્ષ્મણ, ટ્વીટ કરી જાણો શું કહ્યું
ફિલ્મ આદિપુરુષ (Adipurush) રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં આવી ગઇ છે. ફિલ્મને રામાનંદ સાગરની 'રામાયણ' ના પાત્ર પણ વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ ટીવીના પ્રખ્યાત રામ એટલે કે અરુણ ગોવિલ ફિલ્મ 'આદિપુરુષ' જોઈને ગુસ્સે થઈ ગયા હતા અને હવે લક્ષ્મણ એટલે કે રામાયણ સીરિયલના સુનીલ લહિરીએ પણ આ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ફિલ્મ આદિપુરુષ પર રામાયણ સિરિયલના સુનિલ લહિરી થયા ગુસ્સે
આદિપુરુષ ફિલ્મના ઘણા સીન અને ડાયલોગ પર હંગામો થયો છે. હવે આ ફિલ્મને લઇને લક્ષ્મણ એટલે કે રામાયણ સિરિયલના સુનિલ લહિરીએ પણ ગુસ્સે થઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. રામાનંદ સાગરની પ્રસિદ્ધ ધારાવાહિક રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહિરીએ ફિલ્મ 'આદિપુરુષ' જોયા બાદ તેના વિશે ભારે નિરાશા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે આ ફિલ્મને શરમજનક પણ ગણાવી છે. સુનીલ લહિરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'આદિપુરુષ'ના કેટલાક ડાયલોગ્સનો કોલાજ શેર કર્યો છે. આ તસવીર શેર કરતાં સુનીલ લહિરીએ કેપ્શનમાં લખ્યું- કહેવાય છે કે ફિલ્મ 'આદિપુરુષ' રામાયણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જો આ સાચું હોય તો આવી ભાષાનો ઉપયોગ ખૂબ જ શરમજનક છે. તેમણે કહ્યું કે, કોઈને પણ સર્જનાત્મકતાના નામે સંસ્કૃતિ સાથે રમવાનો અધિકાર નથી.
સુનીલ લહિરી રામાયણમાં લક્ષ્મણ બન્યા હતા
મળતી માહિતી મુજબ, સુનીલ લહિરીએ રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ'માં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. જ્યારે ફિલ્મ આદિપુરુષમાં બોલિવૂડ એક્ટર સીન સિંહે લક્ષ્મણની ભૂમિકા ભજવી છે. લોકોને સની સિંહની એક્ટિંગ બિલકુલ પસંદ આવી નથી. જ્યારે સુનીલ લહિરીએ તાજેતરમાં જ ફિલ્મ જોઈ અને પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ નેપાળમાં પ્રતિબંધિત કરવામાં આવી છે અને દેશના ઘણા રાજ્યોમાં પણ તેના પર પ્રતિબંધ લગાવવાની જોરદાર માંગ થઇ રહી છે.
વીડિયો શેર કરી ગુસ્સો ઠાલવ્યો : સુનિલ લહિરી
આ સિવાય સુનીલ લહિરીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યા છે- 'આદિપુરુષ' ફિલ્મ જોવાનો મોકો મળ્યો. આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ હતી. રામાયણનું કંઈક અલગ અને ખૂબ જ અલગ સંસ્કરણ જોવા મળ્યું પણ ખૂબ નિરાશ થયો. તેમણે આગળ કહ્યું- કઇંક હટકે અને અલગ કરવાના નામ પર આપણી સંસ્કૃતિ સાથે રમત ન કરવી જોઇએય કેરેક્ટર્સ ડિફાઈન નથી કરવામાં આવ્યા. દર્શકો સીન એક્ઝિક્યુશન સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શક્યા નહી. સુનીલ લાહિરીએ વીડિયોમાં આગળ કહ્યું છે - ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ જ ખરાબ છે. શું તમે કલ્પના કરી શકો છો કે હનુમાનજી આવા ટપોરી સંવાદો બોલશે. તારા બાપનું તેલ, તારા બાપનું કપડું... કે મેઘનાદ કહેશે કે ચલ નિકલ લે. શું રાવણ પુષ્પક વિમાનને બદલે ચામાચિડીયા પર બેસીને આવી શકે? તેમણે કહ્યું- હું દિલગીર છું પરંતુ મેં ક્યારેય આ કદના ફિલ્મ નિર્માતા પાસેથી આવી બાબતોની અપેક્ષા નહોતી કરી. તેઓએ આપણી સંસ્કૃતિ સાથે રમત ન કરવી જોઈએ. આ દેશવાસીઓની, પ્રેક્ષકોની ભાવનાઓ સાથેની રમત છે. મેકર્સે આ માટે દર્શકોની માફી માંગવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, તમે અને મેં રામાયણ સેંકડો વાર સાંભળ્યું છે, દસેક વાર જોયું છે. દર મહિને કે બે મહિને આપણા ઘરમાં કે મહોલ્લામાં રામાયણનો પાઠ રાખવામાં આવે છે. આ દેશ રામના નામે ચાલે છે, રામના નામની પૂજા કરે છે. દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ અને બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનેની ફિલ્મ 'Adipurush' રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયા બાદ દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકોને આ ફિલ્મ પસંદ આવી છે તો કેટલાક લોકો આ ફિલ્મના VFX અને છાપરી ડાયલોગની આકરી ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો - થિયેટરમાં લોકો આદિપુરૂષ જોઇ રહ્યા હતા તે જ સમયે આવી ગયા હનુમાનજી, જાણો શું છે હકીકત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ