Surya Tilak: રામ લલ્લાને સૂર્યનું તિલક, લાખોની સંખ્યામાં રામભક્તો રહ્યા ઉપસ્થિત
‘Surya Tilak’ Ram Navami 2024: રામ લલ્લાએ 500 વર્ષનો વનવાસ ભોગવ્યો ત્યારે 22 જાન્યુઆરી 2024 ના રોજ તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જે દિવસ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે લખાયો. આ દિવસના લાખો કરોડો લોકો સાક્ષી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં 500 વર્ષ બાદ પ્રથમ વખત ભવ્ય રીતે રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહીં છે. આજે પ્રભુ શ્રીરામને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. આ તિલકની અનેક ખાસિયતો પણ છે. આ સાથે સૂર્ય તિલક (Surya Tilak)એ શ્રીરામની પ્રતિમાનું સૌદર્ય ખુબ જ વધારી દીધું છે.
રામ લલ્લાની મૂર્તિ દિવ્ય સ્વરૂપ
સૂર્ય તિલકની ખાસિયત વિશે વાત કરવામાં આવે તો દર રામનવમીના દિવસે બપોરે સૂર્યની કારણો રામ લલ્લાની મૂર્તિ પર પડશે. જેના કારણ રામ લલ્લાની મૂર્તિ દિવ્ય સ્વરૂપે દેખાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, રામનવમીના દિવસે અચૂક રીતે સૂર્ચના કિરણો રામ લલ્લાની મૂર્તિ પર પડશે. જેથી મૂર્તિ દિવ્ય દેખાશે અને મંદિરના ગર્ભગૃહમાં પણ તેનો દિવ્યપ્રકાશ જોઈ શકાશે. એટલા માટે જ તેને Surya Tilak કહેવામાં આવે છે.CSIR ના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા આ સૂર્ય તિલકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ તિલકને તૈયાર કરવા માટે ગિયરબોક્સ અને પ્રતિબિંબીત મિરર સહિતના લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજા માળેથી સૂર્યના કિરણોને સૂર્યના પથના સિદ્ધાંતોની મદદથી ગર્ભ ગૃહમાં લાવવામાં આવશે.
અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી
તમને જણાવી દઈએ કે, લગભગ 500 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભગવાન રામ અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ વખતે અયોધ્યામાં રામનવમીની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી છે. રામલલાના મંદિર અને અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. શ્રી રામ મંદિરને શણગારવા માટે દેશ-વિદેશમાંથી ફૂલો લાવવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે 350 કારીગરો રામ દિવસના શણગારના કામમાં રોકાયેલા છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.
મંદિર પરિસરમાં ભગવાન રામના મંત્રો અને સ્તુતિનો જાપ
આજે રામનવમીના દિવસે રામલલાને સૂર્ય તિલક પણ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર થયું છે કે, જ્યારે ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવશે. રામજન્મભૂમિ ટ્રસ્ટે પણ સૂર્ય તિલક લઈને વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, સમગ્ર મંદિર પરિસરમાં ભગવાન રામના મંત્રો અને સ્તુતિનો જાપ કરવામાં આવ્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે થયો હતો. તેથી રામનવમી નિમિત્તે બપોરે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું.