Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી ! વાહનો પર પેલેસ્ટાઈનના ઝંડા લગાવી કરાયું સમર્થન

તાજેતરમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ હમાસ દ્વારા હુમલા બાદ હવે સતત પેલેસ્ટાઈન પર હાવી થઇ રહ્યું છે. આ યુદ્ધમાં સામાન્ય લોકોના મોત વધારે થયા છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દુનિયાભરના દેશ જોઇ રહ્યા...
12:57 PM Oct 28, 2023 IST | Hardik Shah

તાજેતરમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ હમાસ દ્વારા હુમલા બાદ હવે સતત પેલેસ્ટાઈન પર હાવી થઇ રહ્યું છે. આ યુદ્ધમાં સામાન્ય લોકોના મોત વધારે થયા છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દુનિયાભરના દેશ જોઇ રહ્યા છે અને અલગ અલગ રીતે સમર્થન પણ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના જામનગરમાં પેલેસ્ટાઈનને સમર્થન કરતા ઘણા લોકો સામે આવ્યા છે. જેમણે પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી પણ કાઢી હતી.

જામનગરમાં પેલેસ્ટાઈનને સમર્થન

જામનગરમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથેના વાહનો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા. અહીં ઘણા લોકો પેલેસ્ટાઈનને સમર્થન કરતા જોવા મળ્યા છે જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણા વિધર્મી યુવાનો બાઈક, એક્ટિવા પર સવાર થઇને અને હાથમાં પેલેસ્ટાઈનનો ઝંડ લહેરાવતા રેલી નીકાળી રહ્યા હતા. વીડિયોમાં દેખાય છે કે એક ફોર વ્હીલરમાં સ્પીકર સાથે ઘણા લોકો તેની પાછળ વાહન ચલાવતા આગળ વધી રહ્યા છે. જેમા બે ટુ વ્હીલર સવારે પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાવતા તે દેશને સમર્થન દર્શાવ્યું હતું. સુત્રોની માનીએ તો આ વિધર્મી લોકો ઈદની રેલીમાં સહભાગી થવા જઇ રહ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ લોકોના વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી.

પેલેસ્ટાઈનના સમર્થનમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને લંડનના નાગરિકો

ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના સામાન્યા નાગરિકો પીસાઈ રહ્યા છે. અત્યાર સુધી હજારોની સંખ્યામાં પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકોના મોતના સમાચાર સામે આવી ચુક્યા છે. આ જ કારણ છે કે પેલેસ્ટાઈનના સમર્થનમાં પણ ઘણા દેશના નાગરિકો સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પેરિસના રસ્તાઓ પર પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. તે સમયે પેરિસના રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા બગડતી જોવા મળી હતી. જેના પગલે તેમના ઉપર ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. પેરિસ જ નહીં પણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને લંડનમાં પણ ઘણા લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી હતી.

આ પણ વાંચો - હમાસ પર Israel Defence Force ના હુમલા થયા તેજ, ગાઝામાં રાતભર બોમ્બમારો કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Israel Hamas AttackIsrael Hamas conflictIsrael Hamas warIsrael palestine conflictIsrael Palestine WarJamnagar NewsRally in support of PalestineSupport Palestine
Next Article