ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot News : રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં IT વિભાગના દરોડા, સોનીબજારમાં ખળભળાટ

રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાધિકા જવેલર્સ અને શિલ્પા જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 જેટલાં સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, રાજકોટમાં લાંબા સમય બાદ...
10:22 AM Jul 11, 2023 IST | Dhruv Parmar

રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાધિકા જવેલર્સ અને શિલ્પા જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 જેટલાં સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મહત્ત્વનું છે કે, રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે દોરડા પડયા છે. હાલ આ સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ છે. જે લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તમને જણાવી દઈએ કે, આજે વહેલી સવારથી જ અલગ-અલગ ગ્રુપ દ્વારા રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ, સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ પર આવેલા શોરૂમ પર તેમજ જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ પર પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પાંચમા માળે રહેતા હિરેન પારેખને ત્યાં પણ ITની ટીમ પહોંચી છે અને એટલાન્ટિસમાં જ 8માં માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજકોટમાં ગઇકાલથી આવકવેરા વિભાગની ગતિવિધિ જોવા મળી રહી હતી. જે પછી રાજકોટ સહિત આવકવેરા વિભાગે દેશભરમાં 15થી વધુ સ્થળોએ તપાસ હાથ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સના શોરુમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

રાજકોટનું સોની બજાર એશિયાનું સૌથી મોટુ સોની બજાર છે. ત્યારે ITની રેડ થતા તમામ જ્વેલર્સના ત્યાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન રાત સુધી ચાલે તેવી શક્યતા છે. જેના અંતે કાળાનાણાં વિશે જાણકારી મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : કાંકરેજના તેરવાડા ગામના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતા નીપજ્યાં મોત

Tags :
GujaratGujarati NewsINCOME TAX DEPARTMENTIT raidsRAJKOTSony Bazaar
Next Article