ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : હીરાસર એરપોર્ટ ફરી ચર્ચામાં, નામકરણને લઈ સાંસદ પરિમલ નથવાણીએ કરી ખાસ રજૂઆત

રાજકોટના હીરાસર એરપોર્ટનું નામકરણનો મુદ્દો ગરમાયો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરી પોસ્ટ હીરાસર એરપોર્ટને પૂર્વ CM કેશુભાઈ પટેલનું નામ આપો : પરિમલ નથવાણી રાજકોટમાં (Rajkot) નવનિર્મિત હીરાસર એરપોર્ટનું નામકરણ કરવાનો મુદ્દો વધુ ગરમાયો છે. હવે રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ...
04:23 PM Sep 27, 2024 IST | Vipul Sen
  1. રાજકોટના હીરાસર એરપોર્ટનું નામકરણનો મુદ્દો ગરમાયો
  2. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરી પોસ્ટ
  3. હીરાસર એરપોર્ટને પૂર્વ CM કેશુભાઈ પટેલનું નામ આપો : પરિમલ નથવાણી

રાજકોટમાં (Rajkot) નવનિર્મિત હીરાસર એરપોર્ટનું નામકરણ કરવાનો મુદ્દો વધુ ગરમાયો છે. હવે રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ (MP Parimal Nathwani) આ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હીરાસર એરપોર્ટને પૂર્વ CM કેશુભાઈ પટેલનું (Keshubhai Patel) નામ આપવા રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રનાં નેતા હતા.

આ પણ વાંચો - Bhavnagar: પતિએ પોતાની જ પત્નીને Honey Trap માં ફસાવવાનો પ્રયાસ કર્યો! પરંતુ પત્ની નીકળી હોશિયાર

હીરાસર એરપોર્ટનાં નામકરણનો મુદ્દો ગરમાયો

રાજકોટમાં (Rajkot) નવનિર્મિત હીરાસર એરપોર્ટ જ્યારથી બન્યું છે ત્યારથી કોઈ ન કોઈ બાબતે હંમેશાં ચર્ચામાં રહ્યું છે. ભલે પછી તે એરપોર્ટ જમીનનો મુદ્દો હોય, ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાનો મુદ્દો હોય કે પછી ચોમાસામાં એરપોર્ટ પર કેનોપી અચાનક તૂટી જવાની ઘટના હોય હીરાસર એરપોર્ટ વિવાદમાં રહ્યું છે. ત્યારે હવે રાજકોટનું આ હીરાસર એરપોર્ટ (Hirasar Airport) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે એરપોર્ટનાં નામકરણનો મુદ્દો ચગ્યો છે.

આ પણ વાંચો - ગુજરાત વકફ બોર્ડ અને JPCની બેઠક; Waqf (Amendment) Bill 2024 અંગે થઈ ચર્ચાઓ, જાણો કોણે શું કહ્યું

હીરાસર એરપોર્ટને પૂર્વ CM કેશુભાઈ પટેલનું નામ આપો : પરિમલ નથવાણી

જણાવી દઈએ કે, રાજકોટનાં હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) નામકરણ કરવા મુદ્દે રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ (MP Parimal Nathwani) મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હીરાસર એરપોર્ટને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નામ આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રનાં (Saurashtra) નેતા હતા અને તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમના નામ પરથી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ સ્વ. કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે (Bharat Patel) હીરાસર એરપોર્ટનું નામ પિતાના નામ પર રાખવા સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. ભરત પટેલના આ પ્રસ્તાવનો હવે પરિમલ નથવાણીએ પણ પૂરજોર સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો - Surat: ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાંચમી વખત આવ્યું પૂર, લોકોના ઘરોમાં ભરાયા પાણી

Tags :
Bharat PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliticsGujarati NewsHirasar AirportKeshubhai PatelLatest Gujarati NewsRAJKOTRajya Sabha MP Parimal NathwaniSaurashtra
Next Article