‘અમારે કોઈ સોગંદનામા જોવા નથી’ Rajkot Game Zone અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ લાલઘૂમ
Rajkot Game Zone: રાજકોટ અગ્રિકાંડ મામલે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે, ‘આ મામલે ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિસ્ત ભંગ ના પગલા લેવા જરૂરી છે. આ બાબતે સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે.’ વધુ વિગતે વાત કરીએ તો હાઈકોર્ટે કહ્યું કે, SIT નો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે, પરંતુ આ મામલે સંપૂર્ણ તપાસ જરૂરી છે. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે.
અમે કોઈ કમિશનરની એફિડેવિટ નહીં સ્વીકારીએઃ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુનવણી કરતા કહ્યું કે, ‘મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી કાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની સીધી બેદરકારી છતી થતી હોવાનું રેકોર્ડ પર આવ્યું છે. આ ત્રણેય ઘટના બેદરકારીના પુરાવા છે. અમારે કોઈના સોગંદનામાં જોવા નથી, ઠોસ પગલાં જોવા છે.’ સરકાર SITના રીપોર્ટની રાહ જોઈ રહીં છે પણ SIT તો એક ઘટનાની જ તપાસ કરશે. નોંધનીય છે કે, આ મામલે સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવે તે જરૂરી છે. અમે કોઈ કમિશનરની એફિડેવિટ નહીં સ્વીકારીએ.
હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક વેધક સવાલો કર્યા
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુ મોટો પિટિશન પર આ જ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસની ખંડપીઠમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ ત્રિવેદી દ્વારા રાજ્ય સરકાર વતી પક્ષ મૂક્યો હતો. પક્ષકારો સહિત SITના સભ્ય અને ચીફ ફાયર ઓફિસર અમદાવાદ જયેશ ખડિયા કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા.સમગ્ર કેસની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક વેધક સવાલો કર્યા હતા. SIT રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી.ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિસ્ત ભંગના પગલા લેવા જરૂરી અને સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે તે જરૂરી હોવાનું નોંધ્યું હતું.
સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવેઃ હાઈકોર્ટ
હાઈકોર્ટે કહ્યું કે, SIT નો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે પણ સંપૂર્ણ તપાસ જરૂરી છે. અગાઉ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી કાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની સીધી બેદરકારી છતી થતી હોવાનું રેકોર્ડ પર આવ્યું હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ત્રણેય ઘટના બેદરકારી ના પુરાવા છે. અમારે કોઈના સોગંદનામાં જોવા નથી, ઠોસ પગલાં જોવા છે.સરકાર SITના રિપોર્ટની રાહ જોઈ રહીં છે પણ SIT તો એક ઘટનાની જ તપાસ કરશે. સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવે. આ ઉપરાંત અમે કોઈ કમિશનરની એફિડેવિટ નહીં સ્વીકારીએ સાથે જ પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈ અત્યાર સુધીની તમામ વિગત રિપોર્ટમાં જોઈએ. અમે SIT રીપોર્ટની રાહ નહીં જોઇએ. 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.
SIT માત્ર તમને એક પિકચર જ બતાવશેઃ હાઈકોર્ટ
વધુમાં કોર્ટે કહ્યું કે, SIT માત્ર ખાતકીય તપાસ છે. SIT માત્ર તમને એક પિકચર જ બતાવશે. અમારે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી જોઈએ છે. તમે મોરબીમાં પણ SIT રિપોર્ટ માટે એક વર્ષ રાહ જોઈ હતી. હવે અમારે કોઈ રાહ જોવી નથી.તો બીજી તરફ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પક્ષ મૂકતા કહ્યું હતું કે, અમે 9 અધિકારીઓની ધરપકડ કરી છે ત્યારે કોર્ટે કહ્યું કે, એ માત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે. મોટી માછલી જે ઓપનિંગમાં હાજર હતી તે ક્યાં છે? એ લોકો ક્યાં છે? કેમ તમે એમને પકડ્યા નથી? હાઈકોર્ટે આવું કડક શબ્દોમાં પૂછ્યું હતું.
રવિવાર સુધીમાં કમિટીનું ગઠન કરી તપાસ શરૂ કરવા આદેશ
હાઈકોર્ટે કડક વલણ રાખી કહ્યું કે, એ લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે. આ કન્સ્ટ્રક્શન કંઈ એક રાતમાં નહોતું થયું. મોરબી અને હરણી બ્રિજ બાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા તમામ મનપાઓનું inspection કરાવવું જરૂરી હોવાનું કોર્ટે ઠેરવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપલ સેક્રેટરીને તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત રવિવાર સુધીમાં કમિટીનું ગઠન કરી તપાસ શરૂ કરવા આદેશ કર્યો છે. ઉપરાંત 4 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. SITને તેમની રીતે તપાસ કરવા દો અને ફેકટ ફાઈડિંગ કમિટીને તેમની રીતે કરવા દો તેવું કોર્ટે નોંધ્યું છે. સાથે જ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવા આદેશ કરાયો છે.
રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર જ અન કવોલીફાઈડઃ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી
નોંધનીય છે કે, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ પ્લે ગ્રુપ, પ્રિ પ્રાયમરી અને પ્રેમાળ સહિતની શાળાઓમાં તપાસ માટે આદેશ કરાયો છે. શાળાઓમાં તપાસ કરવા માટે 1 મહિનાનો સમય અપાયો છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. તરફથી બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર જ અન કવોલીફાઈડ છે. હાઇકોર્ટની રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, જો આગ લાગે તો કોઈને ખબર નથી હોતી કે શુ કરવું? શાળાઓમાં મોકડ્રીલ થતી નથી, હાઇકોર્ટમાં પણ મોક ડ્રીલ નથી થઈ. જો આગ લાગે તો કયા જવું એ પણ કોઈને ખબર નથી હોતી. મોકડ્રિલ ખૂબ જરૂરી છે. હાઇકોર્ટના દરેક કોર્નર પર ફાયર ફાયટર પહોંચી શકે એ પ્રકારનું કન્સ્ટ્રક્શન હોવું જોઈએ. બિલ્ડિંગોનું પણ ઇન્સ્પેકશન થવું જોઈએ, દરેક ઇન્સ્ટીટ્યુશનનું ઈન્સ્પેકશન થવું જોઈએ તેવી ટકોર હાઈકોર્ટે કરી હતી.
રાજ્ય સરકાર પાસેથી 3 બાબતો અંગે રિપોર્ટ માંગવામાં આવ્યા
આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, સરકાર નિર્દેશો આપે છે પણ બાદમાં તેનું ફોલોઅપ નથી લેવાતું. દુર્ઘટના બાદ નોટિસો ઈશ્યૂ થાય છે અને પછી કોઈ ફોલોઅપ નથી લેવાતું. મોરબી અને હરણીમાં પણ એક વસ્તુ સરખી છે કે કોર્પોરેશન યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. આ તમામ બનાવો પરથી એક વાત સામે આવે છે કે કોઈને ડર નથી. ગુજરાત હાઇકોર્ટમાં લગાવાયેલા ફાયરના સાધનોની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવાની રજૂઆત કરાઈ હતી. ચીફ જસ્ટિસે પ્રસ્તુત કેસને ટાંકતા કહ્યું કે, આપણે જ્યારે કઈક કરવાનું હોય છે ત્યારે કંઈ કરતા નથી, અને કંઇક થાય પછી આપણે એમ માની લઈએ છે કે આતો ભગવાનની મરજી હતી એટલે થયું! રાજ્ય સરકાર પાસેથી 3 બાબતો અંગે રિપોર્ટ માંગવામાં આવ્યા છે જેમાં ‘ફેકટ ફાઈન્ડિંગ રિપોર્ટ, ડિપાર્ટમેન્ટલ ઇંકવાયરી અને શાળાઓની બિલ્ડિંગોમાં તપાસ’ નોંધનીય છે કે, આ સમગ્ર કેસમાં વધુ સુનાવણી 4 જુલાઈના રોજ નિયત કરાઈ છે.