ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Fraud : 3 કરોડની છેતરપિંડી કરનારા સંતો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના

સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા 3 કરોડની છેતરપિંડીનો મામલો જૂનાગઢ મંદિરના 3 સહિત 5 સંતો અને દલાલો વિરુદ્ધ નોંધાયો છે ગુનો આરોપી તમામ સંતો રાજ્ય છોડીને ચાલ્યા ગયા હોવાની ચર્ચા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પહોંચી પરંતુ આરોપી સંતો હાથ ન...
12:46 PM Aug 31, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
Vadtal Swaminarayan Temple

Fraud : સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા આચરાયેલી 3 કરોડની છેતરપિંડી (Fraud) ના મામલે રાજ્યભરમાં ઉત્તેજના છવાઇ છે. દહેગામ પાસે સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહી 3 કરોડની ઠગાઈ કરવાના મામલે જૂનાગઢ મંદિરના 3 સહિત 5 સંતો અને દલાલો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બીજી તરફ આરોપી તમામ સંતો રાજ્ય છોડીને ચાલ્યા ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પહોંચી હતી પરંતુ આરોપી સંતો હાથ લાગ્યા ન હતા. સમગ્ર રાજ્યમાં આ ટોળકી પર 5 થી વધુ ગુના નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.

સ્વામીઓ દ્વારા કરોડોની છેતરપિંડીના મામલે ભારે ચકચાર

વડતાલ સ્વામિનારાયણ પંથના સ્વામીઓ દ્વારા કરોડોની છેતરપિંડીના મામલે ભારે ચકચાર જગાવી છે. વડતાલ મંદિર દ્વારા પ્રેસ નોટ આપી આવા કોઈ સ્વામી નથી તેમ જણાવાયું છે પણ ગુજરાત ફર્સ્ટને જૂનાગઢ મંદિરની મતદાર યાદી હાથ લાગી છે જેમાં સ્વામીના નામો હોવાનું જોવા મળે છે.

આ પણ વાંચો---Rajkot: ભાજપ નેતાને રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, ફટકાર્યો દંડ

સંતો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના હોવાનો સચોટ પુરાવો

મતદાર યાદીમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર સાધુ હોવાનું સ્પષ્ટ થાય છે. ઉલ્લેખનિય છે કે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના 3 સાધુઓએ કરોડોનો ચૂનો લગાવ્યો છે અને આ જૂનાગઢ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળનું આવેલું છે . કૌભાંડી સ્વામિનારાયણના સંતો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના હોવાનો સચોટ પુરાવો મળ્યો છે.

ચૂનો લગાડનાર સ્વામિનારાયણના સંતોનું મતદાર યાદીમાં નામ

ગત એપ્રિલમાં યોજાયેલ જુનાગઢ મંદિરની ચૂંટણીની મતદાર યાદી સામે આવી છે જેમાં કરોડોનો ચૂનો લગાડનાર સ્વામિનારાયણના સંતોનું મતદાર યાદીમાં નામ છે. મતદાર યાદીમાં ક્રમાક નંબર 14,21,136 નંબરના સંતોએ આચર્યું કૌભાંડ છે . ક્રમ નંબર 14 પર સ્વામી માધવપ્રિયદાસજી ,ક્રમ નંબર 21 પર સ્વામી જયકૃષ્ણ દાસજી, ક્રમ નંબર 136 પર સ્વામી વિજયપ્રકાશ દાસજીનું નામ છે.

મતદાર યાદી સામે આવતા એ વાત સ્પષ્ટ બની કે આ સંતો જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના જ સંતો

આ તમામ સંતો સહિત 8 શખ્સોએ 3 કરોડનો ચૂનો લગાડ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આ તમામ કૌભાંડીઓની શોધખોળ કરી રહી છે.
આ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના જ સંતો છે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ના જ આ સંતો છે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ આ સંતો છે. વડતાલ મંદિર દ્વારા જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું કે આ સંતો સાથે અમારે કોઈ લેવા દેવા નથી પરંતુ મતદાર યાદી સામે આવતા એ વાત સ્પષ્ટ બની કે આ સંતો જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના જ સંતો છે . આ સંતોને હાંકી કાઢવામાં આવેલા નથી ..જો સંતોને હાંકી કાઢવામાં આવે તો ઠરાવ કરવો પડે જે ઠરાવ પણ થયો નથી.

સમગ્ર ગુજરાતમાં આ ગેંગ વિરુદ્ધ 5 થી વધુ ગુના દાખલ

સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ ફરિયાદનો મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયા એ કહ્યું હતું કે ફરિયાદી જસમીન માઢકને વિશ્વાસમાં લઇ સંતો સહિતના 8 શખ્સો એ 3 કરોડનું ચિટિંગ કર્યું હતું અને ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે
આર્થિક ગુન્હા નિવારણ શાખા તપાસ કરી રહી છે . હાલ જૂનાગઢમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે. તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાશે. સમગ્ર ગુજરાતમાં આ ગેંગ વિરુદ્ધ 5 થી વધુ ગુના દાખલ થયેલા છે. એક જ જમીન વિવિધ વ્યક્તિઓને બતાવી સાટાખત કરી રૂપિયા પડાવી છેતરપીંડી કરતા હતા. દહેગામ પાસે 510 વીઘા જમીન ફરિયાદી ને બતાવી સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહયું અને સ્વામિનારાયણ મંદિરમાં રૂપિયાનું રોકાણ કરી રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો----વાહ રાજકોટ પોલીસ! ભાજપ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી નાખી!

અહેવાલ---રહિમ લાખાણી, રાજકોટ

WATCH VIDEO

 

Tags :
FraudJunagadh Swaminarayan TempleRajkot Crime Branchrajkot policeSaintsScamVadtal Swaminarayan Temple