Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan: CMના 'સસ્પેન્સ' વચ્ચે ફરી એકવાર વસુંધરા રાજેનું 'શક્તિ પ્રદર્શન', નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કરી મુલાકાત!

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની પ્રચંડ જીત બાદ આ ત્રણેય રાજ્યોમાં પાર્ટી મુખ્યમંત્રી કોને બનાવશે, તેને લઈને ચર્ચાનો માહોલ હાલ પણ યથાવત છે. મુખ્યમંત્રીઓની પસંદગી માટે કેન્દ્ર દ્વારા ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં...
rajasthan  cmના  સસ્પેન્સ  વચ્ચે ફરી એકવાર વસુંધરા રાજેનું  શક્તિ પ્રદર્શન   નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કરી મુલાકાત

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની પ્રચંડ જીત બાદ આ ત્રણેય રાજ્યોમાં પાર્ટી મુખ્યમંત્રી કોને બનાવશે, તેને લઈને ચર્ચાનો માહોલ હાલ પણ યથાવત છે. મુખ્યમંત્રીઓની પસંદગી માટે કેન્દ્ર દ્વારા ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી હતી, જેઓ રાજ્યોમાં જઈ ધારાસભ્ય દળ સાથે બેઠક કરીને મુખ્યમંત્રી અંગેની ચર્ચા કરવાના છે. જો કે, આ વચ્ચે આજે રવિવારે છત્તીસગઢમાં ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયની પસંદગી કરવામાં આવી છે. સાય કુનકુરી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. બીજી તરફ રાજસ્થાનની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીને લઈ હાલ પણ સસ્પેન્સ યથાવત છે. પરંતુ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આજે કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ સીએમ વસુંધરા રાજેએ રવિવારે તેમના સિવિલ લાઇન્સના નિવાસસ્થાને આ મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ, રાજસ્થાનમા મંગળવારે ધારાસભ્ય દળની બેઠક થશે, જેના માટે રાજનાથ સિંહ 12 નવેમ્બરે જયપુર પહોંચશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, અજય સિંહ અને બાબુ સિંહ સહિત લગભગ 10 ધારાસભ્યો વસુંધરા રાજેને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભાજપના ઘણા ધારાસભ્યો રાજેને મળ્યા પહોંચ્યા હતા અને આ બેઠકોને વસુંધરા રાજેના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી હતી.

દિલ્હીમાં જેપી નડ્ડા સાથે વસુંધરા રાજેની મુલાકાત

Advertisement

બીજેપી નેતા વસુંધરા રાજે તાજેતરમાં દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. પાર્ટીએ ધારાસભ્ય દળની બેઠક પર નજર રાખવા માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત ત્રણ નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રાજ્યની કુલ 200 બેઠકોમાંથી 115 સીટો પર જીત મળી હતી. જ્યારે સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસે માત્ર 69 સીટ જીતી હતી. રાજ્યની 200 બેઠકોમાંથી 199 બેઠકો માટે 25 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી.

Advertisement

આ પણ વાંચો- MP News: તમને કેટલા પૈસા મળ્યા? લાડલી બેહના યોજનાનો 7મો હપ્તો જાહેર

Tags :
Advertisement

.