Rajasthan : બુંદીમાં ભયાનક માર્ગ અકસ્માત, છ લોકો મોત...
- રાજસ્થાનના બુંદીમાં ભયાનક અકસ્માત
- અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત
- પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ
રાજસ્થાન (Rajasthan)ના બુંદી જિલ્લામાં એક ઈકો કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત વહેલી સવારે થયો હતો. બુંદીના અધિક પોલીસ અધિક્ષક ઉમા શર્માએ જણાવ્યું હતું કે અજાણ્યા વાહને તેમની કાર, મારુતિ સુઝુકી ઈકોને ટક્કર મારતાં છ લોકોનાં મોત થયાં હતાં.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના હિડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના જયપુર નેશનલ હાઈવે પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ઘાયલો MP ના રહેવાસી છે. ઈકો કારને ટક્કર મારનાર અજાણ્યા વાહનની શોધખોળમાં પોલીસ વ્યસ્ત છે. હાઇવે પર લાગેલા CCTV કેમેરા અને ટોલ પ્લાઝા પર લગાવેલા CCTV કેમેરાના રેકોર્ડિંગ પરથી અજાણ્યા વાહન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
VIDEO | Rajasthan: "This morning at around AM, there was an accident near the (Bundi) tunnel on the Jaipur road. A vehicle with nine passengers was involved, out of which six died on the spot, and three were injured and have been referred to Kota for treatment. It appears that… pic.twitter.com/r3igWgl1zD
— Press Trust of India (@PTI_News) September 15, 2024
આ પણ વાંચો : Rajasthan : જહાઝપુરમાં ધાર્મિક સરઘસ પર પથ્થરમારો, પોલીસે 9 લોકોની અટકાયત કરી
પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ...
ઘટના અંગે પોલીસ અધિકારીનું કહેવું છે કે સવારે 4.30 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને પહેલા હોસ્પિટલ લઈ ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અગાઉ પણ રાજસ્થાન (Rajasthan)ના ગંગાનગર જિલ્લામાં એક કારે બે મોટરસાઈકલને ટક્કર મારી હતી. આ ઘટનામાં છ લોકોના મોત પણ થયા હતા.
આ પણ વાંચો : UP:મેરઠમાં મોટી દુર્ઘટના, 3 માળનું મકાન ધરાશાયી, 6 ના મોત